કોરોના વાઇરસનું વધુ ભયંકર રૂપ તો હવે જોવા મળશે : WHOની ચેતવણી

22 April, 2020 10:02 AM IST  |  Geneva | Agencies

કોરોના વાઇરસનું વધુ ભયંકર રૂપ તો હવે જોવા મળશે : WHOની ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબરેસસે ચેતવણી આપી છે કે કોરોના વાઇરસના પ્રકોપનો સૌથી ખરાબ સમય હજુ આવવાનો બાકી છે. કેટલાય દેશ જે રીતે પ્રતિબંધાત્મક ઉપાયોમાં ઢીલ આપી રહ્યા છે ત્યારે મહામારી નવી ખતરાની ઘંટડી વગાડી રહી છે. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે અમારા પર વિશ્વાસ કરો. સૌથી ખરાબ સમય આવવાનો બાકી છે. આપણે આ આપદાને રોકવી પડશે. ઘણા બધા લોકો આ વાઇરસને હજુ સુધી સમજી શકયા નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશકે એ સ્પષ્ટતા કરી નથી કે તેઓ કેમ માને છે કે ૧,૬૬,૦૦૦થી વધુ લોકોનાં મોત બાદ પણ આનાથી વધુ બદતર સ્થિતિ થઈ શકે છે. જોકે કેટલાય લોકોએ આફ્રિકાના માધ્યમથી બીમારીના સંભવિત પ્રસારની તરફ ઇશારો કર્યો છે, જ્યાં સ્વાસ્થ્ય પ્રણાલીઓ ખૂબ જ ઓછી વિકસિત છે. ઘેબરેસસે કહ્યું કે લૉકડાઉન પ્રતિબંધોને હટાવવો મહામારીનો અંત નથી, પરંતુ આ પહેલાં તબક્કાની શરૂઆત છે. મહામારી સામે મુકાબલો નેકસ્ટ તબક્કાની ગંભીરતા પર જોર આપતા તેમણે કહ્યું કે દેશોને વાઇરસને રોકવા માટે પોતાના નાગરિકોને શિક્ષિત, પ્રોત્સાહિત અને સશક્ત કરવા પડશે.
વાઇરસના સંક્રમણને લઈને પણ સચેત રહેવાની જરૂર છે. ટેડ્રોસે રવિવારના રોજ જી-૨૦ ગ્રુપના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે વર્ચ્યુઅલ બેઠકમાં કહ્યું કે અમે એ વાતને લઈ ઉત્સાહિત છીએ કે જી-૨૦ના કેટલાય દેશ સામાજિક પ્રતિબંધોમાં ઢીલ આપવા પર વિચાર કરી રહ્યા છે, પરંતુ મહત્ત્વપૂર્ણ છે કે આ પ્રક્રિયા તબક્કાવાર થાય.

geneva international news coronavirus covid19