મહામારીનો ખરાબ સમય આવવાનો હજી બાકી છે : ડબ્લ્યુએચઓની ચેતવણી

01 July, 2020 11:28 AM IST  |  Geneva | Agencies

મહામારીનો ખરાબ સમય આવવાનો હજી બાકી છે : ડબ્લ્યુએચઓની ચેતવણી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

દુનિયાભરમાં ૧ કરોડથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવનાર કોરોના વાઇરસની ઉત્પત્તિ સંબંધિત તપાસ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ટૂંક સમયમાં જ પોતાની એક ટીમ ચીન મોકલશે. જોકે હજી સુધી એ ખબર પડી શકી નથી કે આ ટીમમાં કોણ-કોણ સામેલ થશે અને આ તપાસનો હેતુ શું હશે. ચીનથી શરૂ થયેલા કોરોનાની ઉત્પત્તિ સંબંધિત તપાસની અત્યાર સુધી ના પાડતું આવ્યું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે કોરોના વાઇરસનો કપરો કાળ હજી આવ્યો નથી અને એ આવવાનો બાકી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના એક્સપર્ટે કહ્યું કે કોરોના વાઇરસનો ખરાબ સમય આવવાનો હજી બાકી છે અને કેસોનો પણ વિસ્ફોટ થશે.

હુના એક્સપર્ટ માઇકલ રેયાને જણાવ્યું કે કોરોના વાઇરસને હરાવવા આપણે સાથે મળીને કામ કરવું પડશે. ભલે કેટલાક દેશોમાં કોરોના વાઇરસની ગતિ ધીમી પડી હોય, પરંતુ વિશ્વ સ્તરે તેની અસર વધી ગઈ છે. જેમ-જેમ ઘણા દેશો પોતાની અર્થવ્યવસ્થાને ખોલી રહ્યા છે તેમ-તેમ ત્યાં ફરીથી વાઇરસની અસર જોવા મળી રહી છે.

geneva world health organization coronavirus covid19