કોરોનાના બીજા તબક્કા માટે તૈયાર રહેજો: ડબ્લ્યુએચઓની ચેતવણી

22 May, 2020 07:22 PM IST  |  Geneva | Gujarati Mid-day Correspondent

કોરોનાના બીજા તબક્કા માટે તૈયાર રહેજો: ડબ્લ્યુએચઓની ચેતવણી

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઇક રેયાન

વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ ડૉ. માઇક રેયાને કહ્યું કે હાઇડ્રોક્સિક્લોરોક્વિન કે ક્લોરોક્વિનનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ પૂરતો થવો જોઈએ. આ બન્ને દવાનો ઉપયોગ ઘણી બીમારીની સારવારમાં થઈ રહ્યો છે. એ કોરોનાની સારવાર માટે પણ અસરકારક સાબિત થઈ છે, પરંતુ સાઇડ ઇફેક્ટને જોતાં એનો ઉપયોગ માત્ર ક્લિનિકલ ટ્રાયલ માટે થવો જોઈએ.

ડૉ. રેયાને કહ્યું કે ઘણા દેશોમાં આ દવાનો ઉપયોગ મર્યાદિત કરી દેવાયો છે. એને મેડિકલ એક્સપર્ટની દેખરેખમાં માત્ર કોરોનાની હૉસ્પિટલમાં ઉપયોગ થઈ રહ્યો છે. જોકે દરેક દેશની ઑથોરિટીનું કામ છે કે આ દવાનો ઉપયોગ કરવો કે ન કરવો એનું મૂલ્યાંકન કરવામાં આવે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ગૅબ્રિયેસના કહેવા મુજબ વિશ્વમાં  કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે લાંબો રસ્તો કાપવાનો છે. તેઓએ ખાસ કરીને ઓછી અને મધ્યમ આવક ધરાવનાર દેશો વિશે ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે બુધવારના છેલ્લા ૨૪ કલાકમાં ૧ લાખ ૬ હજાર નવા કેસ નોંધાયા છે. એમાંથી ચાર દેશમાં સૌથી વધારે કેસ નોંધાયા છે.

world health organization geneva coronavirus covid19