૩૦૦થી વધારે બાળકોનાં મોત બાદ ડબ્લ્યુએચઓ કદાચ કફ-સિરપ્સ માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે

25 January, 2023 10:15 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડબ્લ્યુએચઓ એ પણ તપાસ કરી રહ્યું છે કે આ કંપનીઓએ એકસરખા સપ્લાયર્સ પાસેથી જ રો-મટીરિયલ્સ મેળવ્યું હતું કે નહીં

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

વૉશિંગ્ટન : વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા દૂષિત કફ-સિરપ્સના ઉત્પાદકો વચ્ચે કોઈ કનેક્શન છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે. આ દૂષિત કફ-સિરપ્સને કારણે જ ત્રણ દેશોમાં ૩૦૦થી વધારે બાળકોનાં મોત થયાં હોવાનું જણાવાયું છે.

આ કફ-સિરપ્સમાં ઝેરી તત્ત્વોનું અસ્વીકાર્ય પ્રમાણ રહેલું છે. તાજેતરમાં આ બાળકોનાં મોત માટે જવાબદાર દવાઓનું ઉત્પાદન કરનારી ભારત અને ઇન્ડોનેશિયાની છ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવતાં ચોક્કસ રો-મટીરિયલ્સ વિશે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન માહિતી મેળવી રહ્યું છે. ડબ્લ્યુએચઓ એ પણ તપાસ કરી રહ્યું છે કે આ કંપનીઓએ એકસરખા સપ્લાયર્સ પાસેથી જ રો-મટીરિયલ્સ મેળવ્યું હતું કે નહીં. જોકે હજી સુધી ડબ્લ્યુએચઓએ કોઈ સપ્લાયરનું નામ આપ્યું નથી.  

ડબ્લ્યુએચઓ બાળકો માટે કફ-સિરપ્સના ઉપયોગનું પુનઃમૂલ્યાંકન કરવા માટે સમગ્ર દુનિયામાં પરિવારો માટે ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી શકે છે. ડબ્લ્યુએચઓના એક્સપર્ટ્સ બાળકો માટે આવી પ્રોડક્ટ્સની મેડિકલી જરૂર છે કે નહીં એ નક્કી કરવા માટે પુરાવાઓનું મૂલ્યાંકન કરી રહ્યા છે.  

ગેમ્બિયા, ઇન્ડોનેશિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોનાં મોત માટે કફ-સિરપ્સને જવાબદાર ગણાવવામાં આવી છે. આ કફ-સિરપ્સમાં ડાયઇથિલીન ગ્લાયકૉલ નામનું કૉમન ઝેરી તત્ત્વ છે. 

international news world health organization washington india indonesia