WHOની ચેતવણી: બની શકે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ ન થાય!

14 May, 2020 12:28 PM IST  |  Geneva | Gujarati Mid-day Online Correspondent

WHOની ચેતવણી: બની શકે કે કોરોના વાયરસ ક્યારેય ખતમ જ ન થાય!

WHOના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર માઈકલ જે રિયાન

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)ના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર માઈકલ જે રિયાને એક ચેતાવણી આપી આપતા લોકોના શ્વાસ જાણે અધ્ધર થઈ ગયા છે. માઈકલ જે રિયાને બુધવારે કહ્યું હતું કે, HIV સંક્રમણની જેમ જ કોરોના વાયરસ (COVID-19) ક્યારે પણ ખતમ જ ન થાય તેવુ બની શકે છે.

બુધવારે એક હેલ્થ ઈમરજન્સી કાર્યક્રમમાં માઈકલ જે રિયાને કહ્યું હતું કે, કોરોના વાયરસ આપણા સમુદાયોમાં માત્ર એક અન્ય વાયરસની જેમ સ્થીર બની શકે છે અને શક્યતા છે કે આ વાયરસ ક્યારેય પણ ખતમ જ ન થાય. એ જ રીતે જે રીતે હજી સુધી HIV ખતમ નથી થયો. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું અત્યારે બિમારીઓની તુલના નથી કરી રહ્યો. પરંતુ આપણે વ્યવહારિક તો બનવું જ પડશે. મને નથી લાગતુ કે કોઈપણ એ જણાવી શકશે કે આ બિમારી અને વાયરસ ક્યારે ખતમ થશે કે પછી નાશ પામશે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે લગાડવામાં આવેલા પ્રતિબંધ અત્યારે હટાવવા યોગ્ય નથી. કારણકે સંક્રમિતોની સંખ્યા અને કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ જ રહ્યો છે. જો પ્રતિબંધ હટશે તો વાયરસ ફેલાવવાની શક્યતાઓ પણ વધશે. એટલે જ લૉકડાઉનને આગળ વધારવાની પુરેપુરી સંભાવના છે.

રિયાને વધુમાં કહ્યું હતું કે, દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યા જ્યારે ઘટતી જ જતી હોય ત્યારે જ લૉકડાઉન હટાવવાનો વિચાર પણ કરવો જોઈએ. જ્યારે સંક્રમિતોની સંખ્યામં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં લૉકડાઉન હટાવવામાં આવે તો વાયરસ ઝડપથી વધી શકે છે.

કોરોના વાયરસની વેક્સિન બાબતે તેમણે કહ્યું હતું કે, અમારું લક્ષ્ય આ વાયરસને ખતમ કરવાનું છે. પરંતુ તેના માટે વેક્સીન બનાવવી પડશે. જે ખૂબ પ્રભાવશાળી હોવી જરૂરી છે. એટલે જ આપણે બધાએ તેને મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ પણ કરવાનો છે.

coronavirus covid19 lockdown world health organization