WHOના ચીફ ક્વૉરન્ટીન થયા?

02 November, 2020 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

WHOના ચીફ ક્વૉરન્ટીન થયા?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન

કોરોનાનો કહેરને લીધે આખુ વિશ્વ સંકટમાં છે  ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના પ્રમુખ ટેડરોસ અદનોમ ઘેબ્રિયસે મહત્વની જાણકારી આપી હતી અને તેના પગલે તેમણે પોતાને સેલ્ફ ક્વોરન્ટાઈન થવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ એ હતું કે, તે એક એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા, જે કૉવિડ-19 પોઝિટીવ હતા.

WHOના ડાયરેક્ટર ટેડરોસે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત હોવાની માહિતી આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા WHOના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અધાનોમે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે તેઓ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાનું જણાયું છે. સાથે જ તેમણે જણાવ્યું છે કે તેઓની તબિયત સારી છે અને તેમને હાલ કોરોના વાયરસના કોઈ પ્રકારના લક્ષણો નથી જણાતા.

ટેડરોસે ટ્વીટ કરતા લખ્યું છે, ' હું કોઈ વ્યક્તિના કોવિડ-19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો હોવાનું સામે આવું છે. મારી સ્વાસ્થ્ય સારું છે અને કોઈ લક્ષણો પણ નથી. પરંતુ, તેમ છતાં WHO પ્રોટોકોલ મુજબ હું આગામી દિવસો માટે સેલ્ફ-કોરન્ટાઇન થઈશ."

world health organization coronavirus covid19 international news