બાઇડનનાં પત્ની માટે વાઇટ હાઉસમાં નવ કરોડનું ટૉઇલેટ બનાવવામાં આવ્યું

12 January, 2021 02:10 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

બાઇડનનાં પત્ની માટે વાઇટ હાઉસમાં નવ કરોડનું ટૉઇલેટ બનાવવામાં આવ્યું

જો બાઇડન પત્ની જીલહ બાઇડન સાથે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડનનાં પત્ની જીલહ બાઇડન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલય વાઇટ હાઉસમાં ૧.૨ મિલ્યન ડૉલર એટલે કે અંદાજે ૯ કરોડ રૂપિયાનું ટૉઇલેટ બનાવામાં આવ્યું છે. આ વાઇટ હાઉસના ઈસ્ટ વિંગમાં બનાવવામાં આવ્યું છે. આ બધાની વચ્ચે ટૉઇલેટ પાછળ આટલાં બધાં નાણાં ખર્ચાતાં અમેરિકામાં રાજકારણ ગરમાયું છે. ટ્રમ્પ સમર્થકોએ એને કરદાતાઓના પૈસાની બરબાદી ગણાવી છે.

ટીએમઝેડના અહેવાલ મુજબ સંઘીય દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે આ શૌચાલયના નવિનીકરણનું કામ ફર્સ્ટ લેડીની ઑફિસની નજીક કરવામાં આવી રહ્યું છે. આ શૌચાલય બનાવવાની કામગીરી અંગે કોઈ વિગતો આપવામાં આવી નથી, પરંતુ સંકેત આપવામાં આવ્યા છે કે પ્રોજેક્ટ મેના મધ્ય સુધીમાં પૂરો થઈ જશે. બાઇડનના આગમન પહેલાં વાઇટ હાઉસની ‘સફાઈ’ માટે ૧ લાખ ૨૭ હજાર ડૉલર આપવામાં આવ્યા હતા.

international news united states of america white house joe biden