મહિલાઓ પુરુષો કરતાં અન્ય સ્ત્રીઓ પર વધુ નજર રાખે છે

16 November, 2012 03:45 AM IST  | 

મહિલાઓ પુરુષો કરતાં અન્ય સ્ત્રીઓ પર વધુ નજર રાખે છે



સરેરાશ સ્ત્રીઓ પુરુષો કરતાં અન્ય મહિલાઓએ પહેરેલાં કપડાંનું વધારે ધ્યાન રાખતી હોય છે. બ્રિટનમાં થયેલા સર્વેના તારણ મુજબ મોટા ભાગની સ્ત્રીઓ સતત એ વાતનું ધ્યાન રાખે છે કે અન્ય સ્ત્રીએ શું પહેર્યું છે, તેની હેરસ્ટાઇલ કેવી છે? એટલું જ નહીં, અન્ય સ્ત્રીએ કેવાં શૂઝ પહેર્યા છે તથા તેની પાસે કેવી હૅન્ડબૅગ છે જેવી બાબતોને પણ ખાસ નોંધ લેતી હોય છે.

એક રીટેલ કંપની દ્વારા કરવામાં આવેલા ઑનલાઇન સર્વેમાં ૨૦૦૦માંથી મોટા ભાગની સ્ત્રીઓએ આ વાતનો સ્વીકાર કર્યો હતો. સર્વેમાં ભાગ લેનારી મહિલાઓમાંથી મોટા ભાગની સ્ત્રીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ પુરુષો કરતાં અન્ય સ્ત્રીઓના પહેરવેશ, લુક જેવી બાબતોનું વધારે ધ્યાન રાખતી હોય છે. સર્વેમાં ૮૦ ટકા મહિલાઓએ સ્વીકાર્યું હતું કે તેઓ અન્ય સ્ત્રી કરતાં વધારે સારા દેખાવાનું પસંદ કરે છે. જોકે ૪૦ ટકા મહિલાઓનું કહેવું હતું કે તેઓ અન્ય સ્ત્રીઓ સાથે પોતાની સરખામણી કરતી નથી. રસપ્રદ વાત એ છે કે સર્વેમાં ૪૨ ટકા મહિલાઓએ એવું કહ્યું હતું કે તેઓ પુરુષો નહીં પણ અન્ય સ્ત્રીઓને ઇમ્પ્રેસ કરવા સારી રીતે તૈયાર થાય છે.