અમેરિકામાં ટ્રમ્પ બળવાની તૈયારીમાં? પેન્ટાગૉનના ટોચના અધિકારીમાં ફેરફાર

13 November, 2020 01:43 PM IST  |  Washington | Agency

અમેરિકામાં ટ્રમ્પ બળવાની તૈયારીમાં? પેન્ટાગૉનના ટોચના અધિકારીમાં ફેરફાર

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પરાજિત થયા હોવા છતાં હાલના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ હાર માનવા તૈયાર નથી. એક અહેવાલ મુજબ તે કો, પણ રીતે તખ્તાપલટની તૈયારી કરી રહ્યા હતા. ટ્રમ્પે પેન્ટાગૉનમાં કરેલા ફેરફારો એવું સૂચવી રહ્યા હતા કે ટ્રમ્પ સત્તા પર કોઈ પણ ભોગે ટકી રહેવાની તૈયારી કરી રહ્યા હતા.

ટ્રમ્પની ભત્રીજીએ ટ્વિટર પર આવું બની રહ્યું હોવાનો અણસાર પણ આપ્યો હતો. ટ્રમ્પના વફાદાર ઑફિસર્સને વિવિધ હોદ્દા પર ગોઠવવામાં આવી રહ્યા હતા અને વફાદારીની શંકા હોય એવા અધિકારીઓને ખસેડાઈ રહ્યા હતા. એનો આરંભ સોમવારે થયો હતો. સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પરને સૌથી પહેલાં ખસેડવામાં આવ્યા હતા. એસ્પરના સ્થાને નૅશનલ ટેરરિઝમ પ્રિવેન્શન ફોર્સના ડિરેક્ટર ક્રિસ્ટોફર મિલરને ગોઠવવામાં આવ્યા હતા.

ટ્રમ્પ હજી પણ સતત એવા આક્ષેપ કરી રહ્યા હતા કે મતગણતરીમાં ગોલમાલ કરવામાં આવી હતી. જો બાઇડનની જીત અંગે ટ્રમ્પ સતત શંકા વ્યક્ત કરી રહ્યા હતા. ટ્રમ્પના આ અભિપ્રાયને વિદેશપ્રધાન માઇક પોમ્પિયો સતત ટેકો આપી રહ્યા હતા. પોમ્પિયોએ કહ્યું હતું કે સત્તાનું હસ્તાંતરણ શાંતિપૂર્ણ રીતે થશે અને ટ્રમ્પ પોતાના બીજા શાસનનો શુભારંભ કરશે.

ટ્રમ્પની ભત્રીજી મેરી એલ ટ્રમ્પે ટ્વિટર પર લખ્યું હતું કે સતત સાવધ રહેજો. ટ્રમ્પ સત્તાપલટો કરી શકે છે. તે સહેલાઈથી સત્તા છોડશે નહીં. જો બાઇડન કાયદેસર રીતે જીત્યા હતા, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ એ હકીકત સ્વીકારવા તૈયાર નથી. એ બળવો કરી શકે છે. તેમના દ્વારા લેવાઈ રહેલાં પગલાં પણ આ હકીકત સૂચવે છે.

donald trump united states of america washington