એક લગ્ન જેણે આખા ચીનમાં ચર્ચા જગાવી

29 November, 2014 05:16 AM IST  | 

એક લગ્ન જેણે આખા ચીનમાં ચર્ચા જગાવી

સમાચાર એવા હતા કે ત્યાંના લિઉ બાઉલી નામના એક બિઝનેસ ટાઇકૂને પોતાના દીકરા લિઉ હેનાં ભારે ધામધૂમથી લગ્ન કયાર઼્. આ ધામધૂમની વિગતો એવી હતી કે તેમણે આમંત્રિત મહેમાનો માટે એક લાખ રૂપિયાનું એક એવાં ૧૦૧ ટેબલ બુક કયાર઼્ હતાં. વળી મહેમાનોને આ ટેબલ સુધી દોરી જવા માટે બે-પાંચ નહીં બલકે પૂરી ૩૦ રોલ્સ રૉયસ ફૅન્ટમ ગાડીઓ કામે લગાડી હતી. મતલબ કે એક કરોડ રૂપિયા તો તેમણે માત્ર ટેબલ પાછળ ખર્ચી નાખેલા એટલું જ નહીં, મહેમાનો માટે ઑર્ડર કરાયેલી થાળીની કિંમત હતી એક લાખ રૂપિયા પર પ્લેટ.

નૉર્મલ દિવસોમાં સાવ સાધારણ રીતે રહેતા આ બિઝનેસ એનર્જી‍ અને રિયલ એસ્ટેટ ટાઇકૂન વિશે કહેવાય છે કે હૉન્ગકૉન્ગ અને મકાઉમાં તેમના કસીનો ચાલે છે એટલું જ નહીં, તે ધનાઢ્ય જુગારીઓને પણ નાણાં ઉછીનાં આપે છે. આ લગ્ને ચર્ચા એટલા માટે જગાવી છે કે હમણાં જ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પૈસાનો ધુમાડો કરતા આવા માલેતુજારોની સામે લાલ આંખ કરવી શરૂ કરી છે.