ટ્વિટરે પ્રથમ વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વીટને ફ્લૅગ કરી ચેતવણી આપી

28 May, 2020 09:31 AM IST  |  Washington | Agencies

ટ્વિટરે પ્રથમ વખત રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટ્વીટને ફ્લૅગ કરી ચેતવણી આપી

ડોનલ્ડ ટ્રમ્પ

દુનિયાના સૌથી તાકતવર દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કોરોના વાઇરસ સામેની જંગને લઈ સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવે સોશ્યલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે પહેલી વાર ટ્રમ્પને ચેતવણી આપી છે. ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અમુક ટ્વીટને ફ્લૅગ કરતાં ફેક્ટ ચેકની વૉર્નિંગ આપી છે. આવું પહેલી વાર બન્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે.

મીડિયા રિપોર્ટ મુજબ ચેતવણી બાદ ટ્રમ્પે આને બોલવાની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવ્યું. ટ્રમ્પે આને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી પણ ગણાવી છે. મંગળવારે ડોનલ્ડ ટ્રમ્પના બે ટ્‌વીટ્‌સ પર ટ્વિટરે વૉર્નિંગ આપી હતી. મેલ-ઇન બેલટ્‌સને બોગસ અને ‘મેલ બૉક્સ લૂંટી લેવામાં આવશે’ કહી ટ્રમ્પે આધિકારિક અકાઉન્ટથી અમુક ટ્વિટ્‌સ કર્યા હતા ત્યારે આ ટ્‌વીટ પર એક લિન્ક આવી રહી હતી. જેના પર લખ્યું હતું કે મેલ-ઇન બેલટ્‌સ અંગે તથ્ય જાણો. આ લિન્ક ટ્વિટર યુઝર્સને મોમેન્ટ્‌સ પેજ પર ફેક્ટ ચેક માટે લઈ જાય છે. જ્યાં ટ્રમ્પના અપ્રમાણિત દાવાઓ સંબંધિત માહિતી જોવા મળે છે.

washington international news donald trump united states of america