અમેરિકામાં 15 દિવસના યોગથનમાં હજારો જોડાયા

06 February, 2021 01:16 PM IST  |  Washingto | Agency

અમેરિકામાં 15 દિવસના યોગથનમાં હજારો જોડાયા

યોગથન

યોગ પ્રત્યે જાગૃતિ કેળવવા તેમ જ સ્વસ્થ મન, શરીર અને આત્મા મેળવવામાં યોગથી થતા ફાયદાઓથી તમામને માહિતગાર કરવા માટે સંપૂર્ણ અમેરિકામાં હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત વાર્ષિક સૂર્યનમસ્કાર યોગથનમાં હજારો અમેરિકનોએ ભાગ લીધો હોવાનું સંઘ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું. અમેરિકાનાં ૪૩ રાજ્યોમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મેયર, કૉન્ગ્રેસમૅન, સેનેટર અને રાજ્યના ગવર્નર સહિત ચૂંટાઈ આવેલા અધિકારીઓએ હાજરી આપી હતી.

સૂર્યનમસ્કાર યજ્ઞ કે યોગથન ૩૧ જાન્યુઆરીએ પૂર્ણ થયો હતો. અમેરિકી સેનેટર શેરોડ બ્રાઉને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા હિન્દુ સ્વયંસેવક સંઘની પ્રશંસા કરી હતી, જ્યારે ન્યુ યૉર્કના ગવર્નર ઍન્ડ્રુ ક્યુઓમોએ સૂર્યનમસ્કાર કરવા માટે ન્યુ યૉર્કવાસીઓને એકઠા કરવાના સંઘના પ્રયાસને બિરદાવ્યો હતો.

united states of america yoga washington international news