અમેરિકામાં 140 શહેરોમાં વિરોધ વધી રહ્યો છે : 17000 સૈનિકો તહેનાત કરાયા

04 June, 2020 11:20 AM IST  |  Washington | Agencies

અમેરિકામાં 140 શહેરોમાં વિરોધ વધી રહ્યો છે : 17000 સૈનિકો તહેનાત કરાયા

ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના વાઇરસ મહામારીની વચ્ચે અશ્વેત નાગરિક જ્યૉર્જ ફ્લોઇડનાં મોત બાદ અમેરિકામાં હિંસા ભડકી ઊઠી છે. અમેરિકામાં લગભગ ૧૪૦ શહેરોમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. હિંસાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દેશનાં ૨૪ રાજ્યોમાં લગભગ ૧૭,૦૦૦ સૈનિકોને તહેનાત કરી દીધા છે.

આ વચ્ચે વાઈટહાઉસે જણાવ્યું કે હિંસા, લૂંટ, અરાજકતા અને નુકસાનને ચલાવી લેવામાં નહીં આવે. વાઈટહાઉસના પ્રેસ સચિવ કૈલી મૈકનૈનીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે અમે અમેરિકાના રોડ પર જે થઈ રહ્યું તે જોઈ રહ્યા છે અને તે મંજૂર નથી. આ ગુનાહિત કૃત્ય પ્રદર્શન નથી અને ન તો અભિવ્યક્તિ છે. આ માત્ર ગુનો છે જે નિર્દોષ અમેરિકાના નગારિકોને નુકસાન પહોંચાડી રહ્યો છે.

પ્રેસ સચિવે જણાવ્યું છે કે ૨૪ રાજ્યોમાં નૅશનલ ગાર્ડના લગભગ ૧૭,૦૦૦ સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ ૩,૫૦,૦૦૦ નૅશનલ ગાર્ડ ઉપલબ્ધ છે અને હિંસાને રોકવા માટે પગલાં લેવામાં આવશે. દેશમાં ગવર્નરો માટે કાર્યવાહી કરશે. તેમણે રાજ્યમાં નૅશનલ ગાર્ડ તહેનાત કરવા જોઈએ કેમ કે આ અમેરિકાના સમાજને બચાવવા માટે જરૂરી છે.

washington united states of america donald trump china coronavirus