બાઇડને ચીનની દાદાગીરી અને ખોટી આર્થિક નીતિઓને લઈને ચિંતા વ્યક્ત કરી

12 February, 2021 11:33 AM IST  |  Washingto | Agency

બાઇડને ચીનની દાદાગીરી અને ખોટી આર્થિક નીતિઓને લઈને ચિંતા વ્યક્ત કરી

જો બાઇડન

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને કાર્યભાર સંભાળ્યા બાદ પહેલી વાર ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાતચીત કરી. બાઇડને ચીની રાષ્ટ્રપતિ સાથે પહેલી જ વાતચીતમાં માનવાધિકાર, વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષાને લઈને કડક સંદેશ આપી દીધો.

બાઇડન યુરોપ અને એશિયામાં તમામ સહયોગીઓની સાથે ફોન પર વાતચીત કરી ચૂક્યા છે. બાઇડને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે નહીં, પરંતુ દુનિયાની લોકતાંત્રિક વ્યવસ્થાઓ તરફથી ચીનને પહોંચી વળશે. બાઇડન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ ન્યુઝ ચૅનલ એનબીસીને કહ્યું કે અમેરિકા ચીનની ભૂલોને લઈને જવાબદેહી નક્કી કરવા બાકી દેશોનો સહકાર ઇચ્છે છે.

joe biden xi jinping united states of america china washington international news