ડોનલ્ડ ટ્રમ્પ: ટિકટૉક પર પ્રતિબંધ લાદતો વટહુકમ સર્વાનુમતે પસાર

24 July, 2020 11:35 AM IST  |  Washington | Agencies

ડોનલ્ડ ટ્રમ્પ: ટિકટૉક પર પ્રતિબંધ લાદતો વટહુકમ સર્વાનુમતે પસાર

ડોનલ્ડ ટ્રમ્પ

ભારતે ૫૯ ચીની ઍપ્સ પર પ્રતિબંધ મૂક્યો ત્યાર બાદ હવે અમેરિકા પણ આ દિશામાં આગળ વધી રહ્યું હતું. અમેરિકી સેનેટે સર્વાનુમતે ચીની ઍપ ટિકટૉક પર પ્રતિબંધ લાદવાના ખરડાને મંજૂરી આપી હતી.

હવે અમેરિકી સરકારી કર્મચારીઓ ટિકટૉક ઍપ દ્વારા કોઈ વિડિયો ક્લીપ સોશ્યલ મીડિયા પર મૂકી નહીં શકે. મૂકનાર સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે.

રિપબ્લિકન સેનેટર જૉશ હોવલે આ ખરડો રજૂ કર્યો હતો, જેને બુધવારે સેનેટે સર્વાનુમતે મંજૂર કર્યો હતો. આ પહેલાં એક મોખરાના ડેમોક્રૅટિક સેનેટરે એવો અહેવાલ વહેતો મૂક્યો હતો કે અમેરિકા અને એના મિત્ર દેશોએ ચીનનાં જાસૂસી ઉપકરણો અને સેન્સરશિપના નિયમોનો સામનો કરવા માટે કોઈ નક્કર પગલાં હજી સુધી લીધાં નથી.

united states of america washington donald trump tiktok international news