ટ્રમ્પે કોરોનાના ઉપચાર માટે મલેરિયાની દવાને મંજૂરી આપી

21 March, 2020 12:54 PM IST  |  Washington | Agencies

ટ્રમ્પે કોરોનાના ઉપચાર માટે મલેરિયાની દવાને મંજૂરી આપી

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકામાં પણ કોરોના વાઇરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા ૧૦,૭૫૫ની પાર પહોંચી છે. હોપકિંસ વિશ્વ વિદ્યાલયે જાહેર કરેલા આંકડા મુજબ ગુરુવારે ૧૫૪ લોકોનું કોરોના વાઇરસથી મોત થયું હતું. આ મામલામાં ચીન, ઇટલી, ઈરાન, સ્પેન અને જર્મની પછી અમેરિકા છઠ્ઠા સ્થાન પર પહોંચ્યું હતું. ત્યાર બાદ ફ્રાન્સ અને દક્ષિણ કોરિયા આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાઇરસના ઉપચાર માટે મલેરિયાની દવાને મંજૂરી આપી દીધી છે. તેઓએ ઉમેર્યું હતું કે આ દવા અમે તાત્કા‌‌લિક ઉપલબ્ધ કરાવીશું.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે મલેરિયાની દવાને કોરોના વાઇરસની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની મલેરિયા અને સંધિવાની દવા કોરોના વાઇરસની સારવારમાં વધુ સારાં પરિણામો આપે છે. ટ્રમ્પે કહ્યું કે મલેરિયાની દવા કોરોનાની સારવારમાં અસરકારક છે.

washington donald trump coronavirus international news malaria covid19