વિશ્વમાં કોરોના કેસ 50 લાખની નજીક, 3.24 લાખ જણનાં મોત

21 May, 2020 09:37 AM IST  |  Washington | Agencies

વિશ્વમાં કોરોના કેસ 50 લાખની નજીક, 3.24 લાખ જણનાં મોત

પ્રતીકાત્મક તસવીર

વિશ્વમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં ૪૯,૮૮,૯૯૪ લોકો ચેપીરોગથી સંક્રમિત થયા છે તેમ જ મૃત્યુ આંક ૩,૨૪,૯૫૮ થયો છે અને તેની સાથે સાથે ૧૯,૫૯,૧૪૯ લોકો સ્વસ્થ થયા છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૫૦૦ના મોત થયાં છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૧૫,૭૦,૫૮૩ એ પહોંચી છે તેમ જ કુલ મૃત્યુ આંક ૯૩,૫૩૩ થયો છે. બીજી બાજુ બ્રાઝિલમાં કેસ ખૂબ જ તેજીથી વધી રહ્યા છે. ૨૪ કલાકમાં બ્રાઝિલમાં સંક્રમણના ૧૭,૪૦૮ કેસ નોંધાયા તેમ જ ૧૧૭૯ લોકોનાં મોત થયાં છે. બ્રાઝિલમાં કુલ મૃત્યુ આંક ૧૭,૯૮૩ થયો છે.

જર્મનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૧,૭૭,૮૨૭ એ પહોંચી છે તેમ જ મૃત્યુઆંક ૮૧૯૩ થયો છે. જર્મનીમાં ત્રણ મહિના દરમ્યાન દેશના ૨૦,૪૦૦ હેલ્થવર્કર સંક્રમિત થયા છે તેમાંથી ૬૧નાં મોત થયાં છે. ૧૯ હજારથી વધુ સ્વસ્થ થયા છે.

સિંગાપોરમાં કોરોનાના ૪૫૦ નવા કેસ નોંધાયા. હવે સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા ૨૮,૭૯૪ એ પહોંચી છે. મેક્સિકોમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૪૧૪ કેસ અને ૧૫૫ લોકોનાં મોતની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮૪૧ કેસ સામે આવ્યા છે અને ૩૬નાં મોત થયાં છે. પાકિસ્તાનમાં સંક્રમિતોની કુલ સંખ્યા ૪૪ હજારની નજીક પહોંચી છે તેમ જ મૃત્યુ આંક ૯૩૯ થયો છે. ઇરાકમાં ૨૮ મે બાદ બીજી વાર કરફ્યુ લાગુ થશે. ચીનમાં ૫ નવા કેસ નોંધાયા છે. પેરૂમાં સંક્રમિતોની સંખ્યા ચીનથી વધુ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં ૯૯,૪૮૩ લોકો સંક્રમિત થયા છે તેમ જ ૨૯૧૪ લોકોનાં મોત થયાં છે.

washington international news coronavirus covid19