ટિકટોક પછી અલીબાબાનો વારો છે? અમેરિકા કરી રહ્યું છે પાબંદીની તૈયારી

17 August, 2020 01:00 PM IST  |  Washington | Agencies

ટિકટોક પછી અલીબાબાનો વારો છે? અમેરિકા કરી રહ્યું છે પાબંદીની તૈયારી

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકા અને ચીન વચ્ચે તણાવની પરિસ્થિતિ સતત વધી રહી છે. શોર્ટ વીડિયો એપ ટિકટોકને અમેરિકામાંથી બોરીયા-બિસ્તરા બાંધવાનું કહ્યા પછી હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પની નજરમાં ચીનની દિગ્ગજ કંપની અલીબાબા પર પડી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે હવે આ વાત પર વિચાર થઈ રહ્યો છે કે અલીબાબાને અમેરિકામાં બૅન કરી દેવી જોઈએ.

એક પ્રેસ કૉન્ફરન્સમાં જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે બીજી ચીની કંપનીઓની જેમ શું અલીબાબા પર પ્રતિબંધ લગાવાશે? આ વાતની પ્રતિક્રિયા આપતાં તેમણે જણાવ્યું કે હા આ મામલે અમે લોકો ગંભીરતાથી વિચારી રહ્યા છે.

અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે યુએસ દ્વારા ૯૦ દિવસની અંદર ટિકટોક ચલાવતી કંપની બાઇટડાન્સને સમેટી લેવાની મુદ્દત આપી દેવામાં આવી છે. હવે અલીબાબા પર પ્રતિબંધ લાવવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. બીજા નંબર પર હવે આ કંપની પર તવાઈ છે તે નિશ્ચિત છે.

tiktok donald trump washington international news