વૉરન બફેટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી આપ્યું રાજીનામું

23 June, 2021 07:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

વૉરન બફેટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધુ છે.

વૉરેન બફેટ (ફાઈલ ફોટો)

ખ્યાતનામ ઉદ્યોગપતિ વૉરન બફેટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધુ છે, કારણ કે ચેરિટી તેના સ્થાપકોના છૂટાછેડાને લગતી સમસ્યાઓ સાથે સંકળાયેલી છે.

ઉદ્યોગપતિ વૉરેન બફેટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું છે, કારણ કે ચેરિટીને તેના સ્થાપકોના છૂટાછેડાને લગતી સમસ્યાઓ છે. 90 વર્ષીય બફેટે બુધવારે એક નિવેદનમાં કહ્યું કે, `મારા લક્ષ્યો પણ ફાઉન્ડેશનના લક્ષ્યો સાથે સુસંગત છે.` આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે તે તેના તમામ બાર્કશાયર હેથવે શેર્સને ચેરિટીમાં દાન કરવા અડધા માર્ગ પર પહોંચી ગયા છે. છેલ્લા 15 વર્ષોમાં બફેટે ચેરિટી માટે 27 અબજ ડોલરથી વધુ આપ્યા છે.

ગેટ્સ ફાઉન્ડેશનના ત્રણ બોર્ડ સભ્યોમાં બફેટનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત બિલ અને મેલિન્ડા પણ સભ્યો હતા. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે તેઓએ 27 વર્ષના લગ્ન જીવન બાદ અલગ થવાનું નક્કી કર્યું છે. બફેટ અને બિલ ગેટ્સ ઘણા લાંબા સમયથી મિત્રો હતા.

ઉલ્લેખનીય છે કે માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને તેની પત્ની મેલિન્ડા ગેટ્સે લગ્નના 27 વર્ષ પછી અલગ થવાનું નક્કી કર્યું છે. ગત મહિને નિર્ણયની ઘોષણા કરતા તેઓએ કહ્યું હતું કે "અમને નથી લાગતું કે આપણે આપણા જીવનના આગલા તબક્કામાં એક દંપતી તરીકે સાથે મળીને આગળ વધી શકીએ." જોકે બંનેએ કહ્યું હતું કે તેઓ વિશ્વની સૌથી મોટી ખાનગી  સંસ્થા બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનમાં સાથે કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું હતું કે, "અમે જીવનના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છીએ, આવી સ્થિતિમાં એમને અમારા પરિવાર માટે ગોપનીયતા જોઈએ છે."

international news bill gates