વૉલમાર્ટનું મોટું પગલું. ટિકટૉક ખરીદવામાં માઇક્રૉસૉફ્ટને આપશે સાથ

28 August, 2020 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વૉલમાર્ટનું મોટું પગલું. ટિકટૉક ખરીદવામાં માઇક્રૉસૉફ્ટને આપશે સાથ

વૉલમાર્ટ

વૉલમાર્ટે ટેક્નોલૉજી ક્ષેત્રમાં આગળ વધવા માટે માઇક્રૉસોફ્ટ સાથે પાર્ટનરશિપ કરી છે. હવે બન્ને કંપની સાથે મળીને સોશિયલ મીડિયા એપ ટિકટૉકનો કારોબાર ખરીદવા માટે તૈયારી કરી રહી છે. કંપનીએ કહ્યું કે આ નિર્ણયથી ઑનલાઇન માર્કેટપ્લેસને વધારવામાં મદદ મળશે. તો, ન્યૂયૉર્કમાં વૉલમાર્ટના શૅર લગભગ 3.6 ટકા વધીને 135.47 ડૉલર પર પહોંચી ગયા છે. જણાવવાનું કે કંપનીના શૅરમાં થયેલ આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો છે.

ટિકટૉક ખરીદવા માટે આ કંપનીઓ તૈયાર
ઘણાં સમયથી ચર્ચા છે કે માઇક્રૉસૉફ્ટ સોશિયલ મીડિયા એપ ટિકટૉકને અમેરિકાની સાથે-સાથે કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો કારોબાર પણ ખરીદી શકે છે. જો કે, કંપનીએ હજી સુધી ટિકટૉકની ખરીદીને લઈને ઑફિશિયલ માહિતી શૅર કરી નથી. તો, બીજી તરફ ઓરેકલ કૉર્પોરેશન અને ટ્વિટર જેવી કંપનીઓ પણ ટિકટૉક ખરીદવા માટે સામે આવી છે.

ટિકટૉકના સીઇઓએ આપ્યું રાજીનામું
ટિકટૉકના સીઇઓ કેવિન મેયરે ગુરુવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કેવિન મેયરે તાજેતરમાં જ ચાઇનીઝ વીડિયો શૅરિંગ એપ ટિકટૉકના સીઇઓનું પદ સંભાળ્યું હતું. કેવિન મેયરે કર્મચારીઓને મોકલેલા ઇ-મેઇલમાં કહ્યું કે હું તમને બધાંને ભારે હૈયે જણાવવા માગું છું કે મેં કંપની છોડવાનો નિર્ણય લઈ લીધો છે. જણાવવાનું કે કેવિન મેયરે વૉલ્ટ ડિઝ્ની કંપનીના ટૉપ સ્ટ્રીમિંગ એક્ઝીક્યૂટિવનું પદ છોડીને ટિકટૉકના ચીફ ઑફ એક્ઝીક્યૂટિવ ઑફિસરનું પદ સંભાળ્યું હતું.

શું હતું કારણ
મેયરે ટિકટૉક કંપની છોડવાનો નિર્ણય તે સમયે લીધો, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી સતત ટિકટૉકની પેરેન્ટ્સ કંપનીને બૅન કરવાની ધમકી આપવામાં આવી રહી છે. જણાવવાનું કે ટ્રમ્પ પ્રશાસને પોતાના એક નિર્ણયમાં 45 દિવસની અંદર ByteDance કંપનીની નાણાંકીય લેવડદેવડ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો હતો. તો અન્ય એક આદેશમાં અમેરિકન રાષ્ટ્રપતિએ ByteDanceને 90 દિવસમાં પોતાના અમેરિકન ઑપરેશન્સને વિનિવેશ કરવાનો આદેશ પણ આપ્યો હતો. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયને ટિકટૉક તરફથી કાયદાકીય પડકાર આપવામાં આવ્યો હતો. આ બધી ખેંચતાણને કેવિન મેયરના ટિકટૉક છોડવાનું કારણ માનવામાં આવે છે.

tiktok microsoft international news