ગંભીર બીમારીથી લડી રહ્યા છે પુતિન, GFના કહેવા પર આપી શકે છે રાજીનામુ

06 November, 2020 01:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગંભીર બીમારીથી લડી રહ્યા છે પુતિન, GFના કહેવા પર આપી શકે છે રાજીનામુ

ફાઈલ ફોટો

છેલ્લા લગભગ 20 વર્ષથી રશિયા પર 'રાજ' કરતા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિલ આવતાં વર્ષની શરૂઆતમાં પોતાના પદ પરથી રાજીનામુ આપી શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે પુતિનને રાજીનામુ આપવાની અપીલ તેમની ગર્લફ્રેન્ડ જિમનાસ્ટ અલીના કબાઇવા અને તેમની બે દીકરીઓએ કરી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિન પાર્કિસન્સ બીમારીથી લડી રહ્યા છે. તાજેતરમાં જ આવેલી તસવીરો પછી પુતિનની બીમારીની અટકળો ઝડપી થઈ ગઈ છે.

 માસ્કોના રાજકારણ વિજ્ઞાની સોલોવેઇએ બ્રિટિશ અખબાર ધ સનને કહ્યું કે રૂસી રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ અને તેમની બે દીકરીઓ પુતિનને રાજીનામુ આપવા માટે કહી રહી છે. તેમણે કહ્યું તે, "પુતિનનો એક પરિવાર છે અને તેનો રશિયન રાષ્ટ્રપતિ પર ઊંડો પ્રભાવ છે. પુતિન જાન્યુઆરીમાં સત્તા અન્ય કોઇકને સોંપી શકે છે." તેમણે કહ્યું કે સંભવિત રાષ્ટ્રપતિ પાર્કિસન્સ સામે લડી રહ્યા છે અને હાલની તસવીરોમાં તેમની આ બીમારીના લક્ષણો દેખાયા છે.

 અપરાધિક કાર્યવાહીમાંથી પુતિનને આજીવન છૂટ

પુતિન તાજેતરમાં જ સતત પોતાના પગ અહીંથી ત્યાં કરતા જોવા મળ્યા હતા અને ધ સનના વિશેષજ્ઞો પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ પીડાથી દુઃખી હતા. આ દરમિયાન પુતિને એક હાથમાં લીધી હતી તે વિશેષજ્ઞોનો દાવો છે કે તેમાં દવાઓ હતી. પુતિનના રાજીનામાની અટકળો એવા સમયે ઝડપી થઈ છે જ્યારે રશિયન સાંસદ એક વિધેયકને લાવવા પર વિચાર કરી રહ્યા છે જેની હેઠળ અપરાધિક કાર્યવાહીથી તેમને આજીવન છૂટ મળી જશે.

 આ નવા વિધેયકને પોતે પુતિને જ રજૂ કર્યા હતા અને આ પ્રમાણે પુતિનના જીવીત રહેવા સુધી તેમને કાયદાકીય કાર્યવાહીથી છૂટ રહેશે અને રાજ્ય તરફતી તેમને બધી જ સુવિધાઓ મળતી રહેશે. રશિયાના સરકારી ચેનલ આરટી પ્રમાણે આ વિધેયક રશિયામાં સત્તાના હસ્તાંતરણનો સંકેત છે. આવું પહેલી વાર નથી જ્યારે લોકોએ એવી અટકળો લગાડી છે કે પુતિનને પાર્કિંસનની બીમારી છે. સોલોવેઇએ કહ્યું કે ટૂંક સમયમાં જ એક નવા પીએમ બનાવવામાં આવશે અને તેને પુતિનના સંરક્ષણમાં ટ્રેનિંગ આપવામાં આવશે.

vladimir putin russia international news