Viral Video: આઈલૅન્ડ નજીક પર્વતની ભેખડ ધસી પડી

17 November, 2020 04:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Viral Video: આઈલૅન્ડ નજીક પર્વતની ભેખડ ધસી પડી

તસવીર સૌજન્યઃ એન્જલ વિક્ટર ટોરેસનું ટ્વીટર અકાઉન્ટ

સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોતા દરેકનું હૃદય કંપી ઉઠે. એક મીનિટ આઠ સેકંડના આ શોકિંગ વીડિયોમાં દેખાય છે આઈલેન્ડ નજીકના પર્વતની ભેખડ ધસી પડે છે આસપાસના લોકો ખૂબ જ ગભરાઈ જાય છે.

સ્પેન (Spain)ના કેનરી આઈલૅન્ડ (Canary Islands)માં શનિવારે સવારે એક પર્વતનો ભાગ તૂડી પડ્યો હતો. આસપાસ લોકો ખૂબ જ ગભરાઈ ગયા હતા. તેમને એ ડર હતો કે હજી વધુ પ્રમાણમાં ભેખડ ધસી તો નહી પડે ને. તેમ જ એ વાતની પણ ચિંતા હતી કે આટલી બધી ભેખડ ધસી પડતા સમુદ્રના દરિયાઈ જીવોને કેટલી હાનિ પહોંચી હશે.

આ શોકિંગ વીડિયો લેનાર વ્યક્તિ અંતે ઉલટી દિશામાં ભાગી રહ્યો છે કારણ કે તેને પોતાના જીવનું પણ જોખમ હતુ, તેમ જ તે અન્યોની સાવધ કરતો પણ જોવા મળે છે.

 

viral videos spain international news