ચીનના ઘણા શહેરોમાં હિંસક વિરોધ પ્રદર્શન, પ્રતિબંધો મામલે બેકફૂટ પર આવી સરકાર

27 November, 2022 07:52 PM IST  |  Shanghai | Gujarati Mid-day Online Correspondent

ચીનની સરકારે દેશના વિવિધ ભાગોમાં કડક કોવિડ નિયંત્રણો લાગુ કર્યા છે

તસવીર સૌજન્ય: એએફપી

એક તરફ ચીનમાં કોરોના (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે તો બીજી તરફ કોવિડના કડક નિયમોને લઈને ત્યાંની કોમ્યુનિસ્ટ સરકાર (CCP) પ્રત્યે લોકોની નારાજગીએ હવે ગુસ્સાનું રૂપ લઈ લીધું છે. લોકોમાં ગુસ્સો એટલો વધી ગયો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jingping)ના રાજીનામાની માગ પણ નાગરિકોમાં ઊઠવા લાગી છે. સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ શરૂ થયો છે.

ચીનની સરકારે દેશના વિવિધ ભાગોમાં કડક કોવિડ નિયંત્રણો લાગુ કર્યા છે. ચીનના લોકો આને લઈને ગુસ્સે છે. ચીનના વિવિધ વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો છે. ઝીરો કોવિડ પોલિસી હેઠળ અપનાવવામાં આવી રહેલી કડકાઈથી લોકો પરેશાન છે. લોકોનો ગુસ્સો હવે ચીની સરકાર માટે મુશ્કેલીઓ ઊભી કરી રહ્યો છે.

ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિયાંગ પ્રાંતમાં શુક્રવારે એક રહેણાંક મકાનમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. કોવિડને લઈને કડકાઈ વચ્ચે આ ઘટનાએ ચીનના લોકોનો ગુસ્સો વધુ ભડકાવ્યો છે. શિનજિયાંગ સહિત અન્ય ઘણા વિસ્તારોમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હોવાના અહેવાલ છે અને ચીનની સામ્યવાદી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા છે. આ વિરોધ શનિવાર રાતથી ઊગ્ર બન્યો હતો.

શાંઘાઈમાં `સ્ટેપ ડાઉન જિનપિંગ`ના નારા લાગ્યા

ચીનના સૌથી મોટા શહેર શાંઘાઈના અલગ-અલગ વિસ્તારોમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકો કોવિડને લઈને સરકારની કડક નીતિઓથી એટલા નારાજ છે કે તેઓ બધાએ `કમ્યુનિસ્ટ પાર્ટીને હટાવો, `કોમ્યુનિસ્ટ પાર્ટી પદ છોડો` અને `શી જિનપિંગ પદ છોડો` જેવા નારા લગાવવા લાગ્યા હતા.

રસ્તા પરના લોકોનું માનવું છે કે જો શિનજિયાંગમાં કડક કોવિડ નિયમો લાગુ ન કરવામાં આવ્યા હોત, તો આગની ઘટનાને જલ્દી કાબૂમાં લેવામાં આવી હોત અને આગની ઘટનામાં આટલા લોકો માર્યા ગયા ન હોત. અહીંના લોકો કમ્યુનિસ્ટ સરકાર પાસે શિનજિયાંગ પ્રાંતમાંથી તાત્કાલિક લોકડાઉન હટાવવાની માગ કરી રહ્યા છે. તે જ સમયે, પોલીસે મધ્યરાત્રિએ પ્રદર્શનકારીઓને રોકવા માટે મરીના સ્પ્રેનો ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો: ચીનમાં ચામાચીડિયામાં મળ્યો ખતરનાક વાઇરસ, માણસોને સંક્રમિત કરી શકે

international news china coronavirus covid19