ટ્રમ્પના લાખો સમર્થકોએ અડધી રાત્રે મચાવ્યો ઉતપાત

15 November, 2020 02:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટ્રમ્પના લાખો સમર્થકોએ અડધી રાત્રે મચાવ્યો ઉતપાત

તસવીર સૌજન્યઃ એએનઆઈ

અમેરિકાની ચૂંટણી (US Election)માં આકરી હાર બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) રાજધાની વોશિંગ્ટન (Washington) માં શક્તિ પ્રદર્શન કર્યું હતું. લાખોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો ‘મિલિયન મેગા માર્ચ’માં ભાગ લેવા દેશની રાજધાની વોશિંગ્ટન પહોંચ્યા હતાં. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે જોરદાર અથડામણો થઈ હતી.

બંને પક્ષો વચ્ચે છુટ્ટાહાથની મારામારી અને નારેબાજી થઈ હતી. બીજી બાજુ આ ઘટના પર ટ્રમ્પે વોશિંગ્ટનના મેયર અને વામપંથી સંગઠન ANTIFA પર નિશાન તાકી આકરી ટીકા કરી હતી.

યુએસ ઈલેક્શનમાં હાર મળ્યા છતાં હાર સ્વીકાર કરવા માટે ટ્રમ્પ તૈયાર નથી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાન્યુઆરીમાં નવા પ્રશાસનના કાર્યકાળ સંભાળવા પર સત્તા સરળતાથી હસ્તાંતરણ કરવા દેશના નવાચુંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેનને સહયોગ આપવા માટે દબાણ વધી રહ્યું છે.

ટ્રમ્પ સમર્થકો દ્વારા એંટીકા, બ્લેક હાઉસ મૈટરના લોકોને હેરાન કરવામાં આવ્યા હતાં. જવાબમાં ટ્રમ્પ સમર્થકોની પણ લાલ ટોપી અને ટ્રમ્પન ઝંડા ઝુંટવી લઈને તેને આગ લગાવી દેવામાં આવી હતી. વોશિંગ્ટન પોસ્ટ પ્રમાણે આ અથડામણ રાત્રે વધારે ઉગ્ર બની હતી. ટ્રમ્પના વિરોધીઓએ અહીં ટ્રમ્પના સમર્થકોના માલ સામાનને આગ લગાવી દીધી હતી. ટ્રમ્પના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે આ અથડામણ વ્હાઈટ હાઉસથી થોડા જ અંતરે થઈ હતી. ટ્રમ્પ વિરોધીઓને હટાવવા માટે પોલીસે પેપર સ્પ્રે નો ઉપયોગ કરવો પડ્યો હતો.

બાઇડેનને પ્રેસિડેન્ટ તરીકે જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન પર ઔપચારિક માન્યતા આપવાની જવાબદારી છે. ત્યારબાદ સત્તા હસ્તાંતરણની પ્રક્રિયા શરૂ થશે. એજન્સીના પ્રકાશક એમિલી મર્ફીએ હજુ સુધી આ પ્રક્રિયા શરૂ નથી કરી અને ન તો એ જણાવ્યું છે એ તેઓ આ પ્રક્રિયા ક્યારે શરૂ કરશે. એમિલીની નિયુક્તિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી હતી.

us elections joe biden donald trump international news