હૈં...ચીનાઓ ચંદ્ર પર શાકભાજી ઉગાડશે

04 December, 2012 06:40 AM IST  | 

હૈં...ચીનાઓ ચંદ્ર પર શાકભાજી ઉગાડશે




આ માટે સંસ્થાએ ખાસ પ્રકારની લૅબોરેટરી પણ બનાવી છે.

આ લૅબના સફળ પ્રયોગ બાદ સંસ્થાના વિજ્ઞાની દેંગ યીબિંગે કહ્યું હતું કે અવકાશમાં ઑક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને માણસ વચ્ચેનું સંતુલન જાળવવા પર ફોકસ રાખીને આ સંશોધન કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ચંદ્ર પર ૩૦૦ ચોરસ મીટર સાઇઝની લૅબોરેટરી બનાવવામાં આવશે, જેમાં બે વ્યક્તિઓ માટે પાણી, ઑક્સિજન તથા ખોરાક તૈયાર કરી શકાશે. ચીનની અવકાશ સંશોધન સંસ્થા નજીકના ભવિષ્યમાં ચંદ્ર પર પોતાના અવકાશયાત્રી મોકલવાની તૈયાર કરી રહ્યું છે. આ મિશનના ભાગરૂપ ચંદ્ર પર શાકભાજી ઉગાડી શકાય એ માટેના પ્રયોગો થઈ રહ્યા છે.