કોરોના સંકટ સમયે વ્હાઇટ હાઉસમાં વૈદિક મંત્રોચ્ચાર,ઓમ શાંતિ,શાંતિ,શાંતિ

09 May, 2020 11:37 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

કોરોના સંકટ સમયે વ્હાઇટ હાઉસમાં વૈદિક મંત્રોચ્ચાર,ઓમ શાંતિ,શાંતિ,શાંતિ

વ્હાઇટ હાઉસમાં શાંતિપાઠ

અમેરિકામાં રાષ્ટ્રીય પ્રાર્થના દિવસે રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં એક હિંદૂ પૂજારીએ પવિત્ર શાંતિ પાઠ કરાવ્યા. કોરોના મહામારીથી પ્રભાવિત બધાં દેશ કરતાં સૌથી વધારે પ્રભાવિત દેશ અમેરિકા જ છે. ત્યારે કોરોનાથી સંક્રમિત વ્યક્તિના સ્વાસ્થ્ય, સુરક્ષા અને કુશળતા માટે આ શાતિ પાઠ કરાવવામાં આવ્યા. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂજર્સીના રબિંસવિલે સ્થિત બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ પ્રાર્થના કરાવવા અન્ય ધર્મોના વિદ્વાનો સાથે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. રાબિંસવિલે સ્થિત સ્વામીનારાયણ મંદિર ભારત બહાર આ સંપ્રદાયના સૌથી મોટા મંદિરોમાંનું એક છે.

શાંતિ માટે કરવામાં આવેલા પાઠ સંસ્કૃતમાં મંત્રોચ્ચાર પહેલા હરીશ બ્રહ્મભટ્ટે પોતાના સંક્ષિપ્ત સંબોધનમાં કહ્યું, "કોરોનાના આ સંકટના સમયમાં શારીરિક અંતર અને લૉકડાઉન થકી લોકો ચિંતિત થાય એ વાત સામાન્ય નથી. શાંતિ પાઠ એવી પ્રાર્થના છે, જે સાંસારિક ધન, સફળતા, પ્રસિદ્ધિ કે સ્વર્ગ જવા જેવી કોઇપણ કામના માટે નથી કરવામાં આવતું. આ શાંતિ માટે કરવામાં આવતી સરસ હિન્દૂ પ્રાર્થના છે. આ વૈદિક પ્રાર્થના છે, જેનું વર્ણન યજુર્વેદમાં કરવામાં આવ્યું છે." તેમણે આનું અંગ્રેજીમાં અનુવાદ કરીને પણ સંભળાવ્યું. બ્રહ્મભટ્ટે કહ્યું કે, "શાંતિ માટે પ્રાર્થનાનો અવાજ સ્વર્ગ સુધી જાય છે આકાશ અને પૃથ્વી પર શાંતિ હો, પાણીમાં શાંતિ હો, જડી-બૂટી અને વૃક્ષોમાં શાંતિ હો. બધે શાંતિ હો. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ."

રાષ્ટ્રપતિનો જનતાને આગ્રહ : જનતા પણ કરે પ્રાર્થના
શાંતિપાઠ પૂરું થયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પે હરીશ બ્રહ્મભટ્ટનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, આ સમયે અમેરિકન ખૂબ જ ભયાવહ બીમારી સામે લડી રહ્યા છે. જ્યારે કોઇપણ સંકટ કે પડકાર આવે છે તો આપણી આસ્થા, પ્રાર્થનાની શક્તિ અને ભગવાનની અનંત મહિમામાં વિશ્વાસ જગાવ્યો છે. તેમણે આગળ કહ્યું, "હું બધાં અમેરિકન વાસીઓને આગ્રહ કરું છું કે તે મનથી પ્રાર્થના કરે."

donald trump coronavirus covid19 international news