અમેરિકામાં પણ રસીનું રાજકારણ

25 October, 2020 03:56 PM IST  |  Mumbai | Agencies

અમેરિકામાં પણ રસીનું રાજકારણ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણી આડે થોડા જ દિવસો રહ્યા છે, ત્યારે કોવિડ-19ની મહામારીને નાથવાની પોતાની યોજના જાહેર કરતાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર જો બાઇને પ્રેસિડન્ટ તરીકે ચૂંટી આવશે તો તમામ અમેરિકન્સને મફતમાં કોવિડ-19ની રસી આપવાનું વચન આપ્યું હતું. બિહાર વિધાનસભાની ચૂંટણી ઢંઢેરામાં બીજેપીએ પણ તમામ લોકોને મફતમાં રસી આપવાની વાત કરી છે.
ડેલવરમાં કોરોના વાઇરસ પરની પોતાની નીતિ વિશે સંભાષણ સ્પીચ આપતાં બાઇડને શુક્રવારે કોવિડ-19ની મહામારી સામે લડવાની ટ્રમ્પની નીતિની ટીકા કરતાં કહ્યું હતું કે ટ્રમ્પની નીતિને કારણે દેશમાં ૨,૨૦,૦૦૦ જેટલા લોકોનું મૃત્યુ થયું છે તેમ જ દેશના અર્થતંત્ર પર પણ વિનાશક અસર પડી છે.
પ્રેસિડન્ટ ટ્રમ્પે જણાવ્યાનુસાર મહામારી વિદાય લઈ રહી છે અને આપણે તેની સાથે જ જીવતાં શીખવાનું છે, જોકે હકીકત એ છે કે આપણે મહામારી સાથે જીવતા નહીં પરંતુ મરતાં શીખવાનું છે, એમ કહેતાં ૭૭ વર્ષના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર બિડેને વધુમાં ઉમેર્યું હતું કે અમેરિકાના લગભગ ૨,૨૦,૦૦૦ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સૌથી ખરાબ વાત તો એ છે કે આમાંના ૧,૩૦,૦૦૦થી ૨,૧૦,૦૦૦ મૃત્યુ નિવારી શકાય એવાં હતાં.

international news united states of america