ભારતીયોના સપના પર ટ્રમ્પે લગાવી રોક, H1-B વિઝા પર મુક્યો પ્રતિબંધ

23 June, 2020 11:19 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ભારતીયોના સપના પર ટ્રમ્પે લગાવી રોક, H1-B વિઝા પર મુક્યો પ્રતિબંધ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઈલ તસવીર)

કોરોના વાયરસ (COVID-19) મહામારીના સંકટને લીધે અમેરિકામાં બેરોજગારી વધતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી ભારતીયોના સપના પર રોક લાગી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષના અંત સુધી એટલે કે 31 ડિસેમ્બર 2020 સુધી H1-B વિઝા પર પ્રતિબંધ મુક્યો છે. એટલું જ નહીં, વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે 31 ડિસેમ્બર સુધી વિદેશીઓને ગ્રીન કાર્ડ આપવામાં આવશે નહીં. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમેરિકન શ્રમિકોના ફાયદા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં, આ પ્રતિબંધ હંગામી છે. અમેરિકા વિઝા પ્રણાલીમાં સુધાર કર્યા પછી આ અંગેનો આગળનો નિર્ણય લેવામાં આવશે. અન્ય દેશોમાંથી સ્થાનાંતરિત કર્મચારીઓને આપવામાં આવેલા L-1 વિઝા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, વર્તમાન આર્થિક સંકટને કારણે નોકરી ગુમાવનારા અમેરિકનોની મદદ માટે આ પગલું જરૂરી છે. નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીઓની જાહેરાત કરતા ટ્રમ્પે વિવિધ વેપારી સંગઠનો, કાયદાકારો અને માનવ અધિકાર સંસ્થાઓ, નિકાસકારો દ્વારા આદેશના વધતા વિરોધને અવગણ્યો છે. આ સસ્પેન્શન 24 જૂનથી લાગુ થશે. જો કોઈ વિઝા સંબંધિત નિયમોનું પાલન નહીં કરે તો અમેરિકન લેબર ડિપાર્ટમેન્ટ તેની સામે કાર્યવાહી કરશે

મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આની અસર થવાની સંભાવના છે. હવે તેઓએ સ્ટેમ્પિંગ પહેલા ઓછામાં ઓછા વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. તેની અસર મોટી સંખ્યામાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને પણ થશે. જેઓ તેમના H1-B બી વિઝાને રિન્યૂ કરવા માંગતા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી દુનિયાભરથી અમેરિકામાં કામ કરવાનું સ્વપ્ન ધરાવતા 2.4 લાખ લોકોને આંચકો લાગી શકે છે.

ઉલ્લેખનીય કે અમેરિકામાં કામ કરતી કંપનીઓને વિદેશી શ્રમિકો દ્વારા મળેલા વિઝાને H1-B બી વિઝા કહેવામાં આવે છે. આ વિઝા નિયત અવધિ માટે આપવામાં આવે છે. H1-B બી વિઝા એક બિન પ્રવાસી વિઝા છે. અમેરિકામાં કાર્યરત કંપનીઓને યુ.એસમાં અભાવ ધરાવતા કુશળ કર્મચારીઓને રાખવા માટે આ વિઝા આપવામાં આવે છે. આ વિઝાની માન્યતા છ વર્ષ છે. અમેરિકન કંપનીઓની માંગને કારણે ભારતીય આઈટી પ્રોફેશનલ્સને આ વિઝા સૌથી વધુ મળે છે.

કોરોના વાયરસના કારણે અમેરિકામાં બેરોજગારી વધી છે. અમેરિકાના લોકોને નોકરી આપવી પ્રાથમિકતા છે. ટ્રમ્પના નિર્ણયથી 2,40,000 લોકો પ્રભાવિત થશે. અમેરિકામાં દર વર્ષે 85,000 લોકોને H-1B વિઝા મળે છે. જેમાં 70 ટકા ભારતીયોને ફાળે આવે છે. અમેરિકન સરકાર દર વર્ષે H-1B વીઝાને 85,000 સુધી સીમિત કરી દીધો છે, જેમાંથી લગભગ 70% ભારતીયોને જાય છે. ટ્રમ્પ દ્વારા હોટલ અને નિર્માણ કર્મચારી માટે H-2B વીઝા અને રિસર્ચ સ્કોલર્સ અને પ્રોફેસર્સ અને અન્ય સાંસ્કૃતિક અને કામ માટે J-1 વીઝા પણ સસ્પેન્ડ કરી શકે છે.

coronavirus covid19 international news united states of america donald trump