અમેરિકામાં મહિલા સૈનિક હવે લગાવી શકશે લિપસ્ટિક અને હેરસ્ટાઈલ, વાંચો

27 January, 2021 09:11 AM IST  |  USA | Gujarati Mid-day Online Correspondent

અમેરિકામાં મહિલા સૈનિક હવે લગાવી શકશે લિપસ્ટિક અને હેરસ્ટાઈલ, વાંચો

તસવીર સૌજન્ય - જાગરણ

અમેરિકા સેનામાં હવે મહિલાઓને પોતાના હિસાબથી શણગાર કરવાની છૂટ મળી ગઈ છે. સેનામાં મહિલાઓને અત્યાર સુધી લાંબા વાળ રાખવાની લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ હતો, પરંતુ હવે એવું નથી. પેન્ટાગને મંગળવારે ઘોષણા કરી કે મહિલા સૈનિક પોતાના વાળને લાંબા કરી શકે છે, પોતાના નખને રંગી શકે છે અને બુટ્ટી પણ પહેરી શકે છે.

આ નવા નિયમોને લીધે હવે મહિલા સૈનિક પોતાના વાળને વધારી શકી છે અને ઘણી અલગ-અલગ હેરસ્ટાઈલ પણ બનાવી શકશે. લાંબા સમયથી મહિલા સૈનિક શણગારવાના નિયમોમાં ફેરફારની વિનંતી કરી રહી હતી. છેલ્લે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી છે.

અત્યાર સુધી જો કોઈ મહિલા સૈનિકના લાંબા વાળા હોય, તો તેમણે બન બાંધવો પડતો હતો. આવી સ્થિતિમાં ઘણી મહિલા સૈનિકોએ ખૂબ અસ્વસ્થતા અનુભવતી હતી. હેલમેટ પહેરવામાં પણ ઘણી તકલીફ આવતી હતી, એવામાં મોટાભાગની મહિલા સૈનિક પોતાના વાળ કાપી દેતી હતી.

નવી નીતિ હેઠળ તાલીમ અને વ્યૂહાત્મક પરિસ્થિતિઓમાં લાંબા વાળને પોનીટેલ અથવા બેન્ડમાં બાંધવા આવશ્યક છે. આ ઉપરાંત મહિલા સૈનિક અન્ય હેરસ્ટાઈલ બનાવી શકે છે. જોકે આ સમય દરમિયાન તેઓએ કાળજી લેવી પડશે કે તેઓ અસ્વસ્થતા ન અનુભવે અને હેરસ્ટાઈલ તેમના કામમાં બાધા ઉત્પન્ન ન કરે.

હવે જો મહિલા સૈનિકો ઈચ્છે તો તેઓ પોતાના બધા વાળ કાઢીને મુંડન પણ કરાવી શકે છે. અમેરિકા સેનામાં અત્યાર સુધી પુરૂષ સૈનિકોને જ મુંડન કરાવવાની મંજૂરી હતી. જોકે નવી નીતિ અનુસાર મહિલા સૈનિકો ઈચ્છે તો વાળ વિના રહી શકે છે. આની પહેલા મહિલા સૈનિકોને ટૂંકા વાળ રાખવાની મંજૂરી હતી, પરંતુ મુંડન કરાવવાની નહોતી.

આ સિવાય અમેરિકામાં મહિલા સૈનિક હવે ડ્યૂટી પર હોય ત્યારે નેલ પૉલિશ અને લિપસ્ટિક લગાવી શકે છે. જોકે તેમને ઘેરો વાદળી, કાળો અથવા લાલ રંગોનો ઉપયોગ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

united states of america international news