ભારત પણ નથી જે સંધિનું સભ્ય, US પણ એમાંથી થવા માંગે છે બહાર

01 May, 2019 03:01 PM IST  |  નવી દિલ્હી

ભારત પણ નથી જે સંધિનું સભ્ય, US પણ એમાંથી થવા માંગે છે બહાર

અમેરિકા શસ્ત્ર વેપાર સંધિમાંથી બહાર

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે 2020માં થનારી ચૂંટણીને લઈને તમામ લોકોએ તૈયારીઓકરી લીધી છે. રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રંપે લોકો સાથે જ હથિયાર કંપનીઓને લોભાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની શસ્ત્ર વેપાર સંધિથી અમેરિકા હટશે તેવા સંકેતો આપી દીધા છે. તેમણે આરોપ લગાવ્યો કે સંયુક્ત રાષ્ટ્રની આ સમજૂતી ભટકાવી દે તેવી છે. આ વાત તેમણે નેશનલ રાઈફલ એસોસિયેશનના એક કાર્યક્રમમાં કહી. ટ્રંપનું કહેવું છે કે આ સંધિ અમેરિકાના આંતરિકા કાયદાઓમાં પણ દખલ દે છે. આ સિવાય આ સંધિ સેંકેડ અમેંડમેંટ બિલમાં મળેલા અધિકારોનું પણ હનન કરે છે. અમેરિકામાં સેકેંડ અમેંડમેંટ બિલ અંતર્ગત પ્રત્યેર નાગરિકને હથિયાર રાખવાનો અધિકાર મળ્યો છે. તમને જણાવી દઈએ કે અમેરિકાની સાથે લેટિન અમેરિકાના તમામ દેશો, યૂરોપીયન યૂનિયન, આફ્રિકાના અનેક દેશો, પાકિસ્તાન, મિડલ ઈસ્ટના દેશો, મંગોલિયા, જાપાન, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોએ હસ્તાક્ષર કર્યા છે. જો કે ભારત, ચીન, રશિયા, મ્યાંમાર, બાંગ્લાદેશ, શ્રીલંકાએ તેના પર હસ્તાક્ષર નથી કર્યા.

આ છે કારણ
ટ્રંપે રાષ્ટ્રીય રાઈફલ એસોસિયેશનના વાર્ષિક સંમેલનમાં આ સંધિથી બહાર થવાની ઘોષણા કરી હતી.આ સંધિ અંતર્ગત નાના હથિયારો, યુદ્ધની ટેંકો, લડાયક વિમાનો, યુદ્ધ જહાજ જેવા પરંપરાગત હથિયોરાનો અરબો ડૉલરનો વેપાર થાય છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ 2013માં તેના પર હસ્તાક્ષર કર્યા હતા.


શું છે સંયુક્ત રાષ્ટ્રની શસ્ત્ર વેપાર સંધિ
સંયુક્ત રાષ્ટ્રની શસ્ત્ર વેપાર સંધિ 24 ડિસેમ્બર 2014ના દિવસે લાગૂ પાડવામાં આવી હતી. આ સંધિની 101 દેશોએ પુષ્ટિ કરી છે. આ સંધિનો મુખ્ય આશય હથિયારોના ખોટી રીતે થતા ઉપયોગ પર રોક લગાવવાનો છે. સંધિનું કામ દેશો વચ્ચે થતી હથિયારોની આયાત અને નિકાસ પર નજર રાખવાનું અને તેના માટે નિયમ બનાવવાનું છે. આ સંધિમાં સામેલ દેશોએ સંયુક્ત રાષ્ટ્રને એ હિસાબ આપવાનો હોય છે કે તેમના દેશમાં કેટલાક લોકો પાસે કેટલા હથિયાર છે. અમેરિકાએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. હસ્તાક્ષર કરવાનો મતલબ સંધિના નિયમોને માનવાનું જ નથી હોતું, આ ત્યારે થશે જ્યારે તમે તેની પુષ્ટિ કરે. આનો મતલબ એ છે કે આ સંધિમાં તમે પોતાની ઋચિ બતાવો છે. જે બાદ કેબિનેટ પાસેથી અપ્રુવલ લઈને પુષ્ટિ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ યુએનમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરાય એવી શક્યતા

સંધિ પર શું છે ભારતનું વલણ?
ભારતે સંયુક્ત રાષ્ટ્રની શસ્ત્ર વેપાર સંધિમાં હસ્તાક્ષર નહોતા કર્યા. જણાવી દઈએ કે ભારત ભારે માત્રામાં હથિયારો આયાત કરે છે. ભારતની સાથે જ રશિયા, ચીન, ઈરાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા અનેક દેશોએ આ સંધિમાં હસ્તાક્ષર નથી કર્યા. ભારતે એમ કહીને સંધિનું સમર્થન કરવાનો ઈંકાર કરી દીધો કે, આ શસ્ત્રોની નિકાસ કરતા દેશોના હિતમાં આયાત કરતા દેશો પર થોપવામાં આવેલો કાયદો છે.આ સિવાય તે પરંપરાગત હથિયારોના ગેરકાયદે વેપાર અને તેના દુરૂપયોગ પર પૂર્ણ પ્રતિબંધ લગાવવામાં અસમર્થ લાગે છે.

united states of america donald trump