અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

16 July, 2020 09:46 PM IST  |  Mumbai Desk | Agencies

અમેરિકાએ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો

ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા વિઝા અંગે લેવાયેલા વિવાદિત નિર્ણયને અંતે કોર્ટની દખલ બાદ પાછો ખેંચી લેવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે નિર્ણય લીધો હતો કે કોરોના દરમ્યાન ઑનલાઇન વર્ગો માટે પસંદગી કરનારા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા પાછા ખેંચી લેવામાં આવશે. હાર્વર્ડ યુનિવર્સિટી અને અન્ય ઘણી સંસ્થાઓએ સરકાર વિરુદ્ધ કાયદાઓનો આશરો લીધો અને ૬ જુલાઈએ લીધેલા યુએસ ઇમિગ્રેશન અૅન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના નિર્ણયનો વિરોધ કર્યો. સુનાવણી દરમ્યાન ન્યાયાધીશ એલિસન બેરોએ કહ્યું હતું કે સરકાર પોતાનો નિર્ણય પાછો ખેંચવા સંમત થઈ છે. નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા નથી.
હાર્વર્ડ અને એમઆઇટીએ આઇસીઈ દ્વારા અપાયેલા આદેશને રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવામાં આવતું હતું કે જે વિદ્યાર્થીઓ ઑનલાઈન વર્ગો લઈ રહ્યા છે તેઓએ તેમના દેશમાં પાછા જવું પડશે. ડોનલ્ડ ટ્રમ્પે અનેક સંસ્થાઓ વિરુદ્ધ પગલાં પણ લીધાં હતાં જેઓ ફરીથી કાર્યરત થવાની ઇચ્છા રાખે છે. યુનિવર્સિટીઓએ કહ્યું હતું કે જો આ પ્રકારનું પગલું લેવામાં આવે તો લોકોને ન તો માત્ર વ્યક્તિગત નુકસાન થશે પરંતુ તેમને આર્થિક નુકસાન પણ થશે. ૨૦૧૮-૧૯ના શૈક્ષણિક વર્ષમાં યુએસમાં લગભગ એક મિલ્યન વિદેશી વિદ્યાર્થીઓ હતા.
અમેરિકામાં રહીને ઑનલાઈન એજ્યુકેશન હાંસલ કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવાના નિર્ણયને ટ્રમ્પ પ્રશાસને પરત લીધો છે. આ માહિતી મંગળવારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ વિભાગ તરફથી કોર્ટમાં આપવામાં આવી છે. ટ્રમ્પ પ્રશાસનના આ નિર્ણયથી મોટી સંખ્યામાં અમેરિકામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓને રાહત મળી છે. અમેરિકાની એક કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમ્યાન ટ્રમ્પ પ્રશાસને પોતાના આ નિર્ણયની જાણકારી આપી હતી. જસ્ટિસ એલિસન બેરોઅે સુનાવણીમાં જણાવ્યું હતું કે સરકારે કરેલો નિર્ણય રદ કર્યો છે. સાથે જ આ મામલે ચાલી રહેલી કાર્યવાહીને તાત્કાલિક બંધ કરવા પણ સહમતી આપી છે.

international news united states of america donald trump