નવી મોદી કેબિનેટની રચના સાથે જ અમેરિકાનો ભારતને ઝટકો

31 May, 2019 05:21 PM IST  |  નવી દિલ્હી

નવી મોદી કેબિનેટની રચના સાથે જ અમેરિકાનો ભારતને ઝટકો

યૂએસનો ભારતને ઝટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતનો જીએસપીનો દરજ્જો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. સાથે તેણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે આ નિર્ણયથી પાછળ નહીં હટે. મહત્વનું છે કે ચાર માર્ચે ટ્રંપે કહ્યું હતું કે તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરી દેશે. જે બાદ 60 દિવસની નોટિસ આપવામાં આવી હતી. જેની અવધિ ત્રણ મેએ પૂર્ણ થઈ ગઈ હતી. હવે આ મામલે કોઈ પણ સમયે ઔપચારિક સૂચના જાહેર કરવામાં આવી શકે છે.

અમેરિકાના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે, ગયા એક વર્ષથી ભારત સરકારના લોકો સાથે વાત કર્યા બાદ અંતે માર્ચમાં એવી જાહેરાત કરવી પડી હતી કે ભારતને હવે જીએસપી અંતર્ગત મળતા લાભોથી વંચિત રાખવામાં આવશે. તેમણે કહ્યું કે સસ્પેન્શન હવે નક્કી છે. હવે વાત માત્ર એટલી જ છે કે અમે આગળ કેવી રીતે વધીએ છે. આગળનો રસ્તો કાઢવા માટે નરેન્દ્ર મોદીની બીજી સરકાર સાથે કઈ રીતે કામ કરી શકીએ છે.

શું છે જીએસપી?
જીએસપી અમેરિકા તરફથી અન્ય દેશોને વેપારમાં આપવામાં આવતી છૂટની સૌથી જૂની અને મોટા સિસ્ટમ છે. જેના અંતર્ગત દરજ્જો પ્રાપ્ત કરનાર દેશોને હજારો પ્રકારના સામાન કોઈ પણ પ્રકારનો ટેક્સ આપ્યા વગર અમેરિકામાં નિકાસ કરવાની છૂટ આપવામાં આવે છે. ભારતમાં 2017માં જીએસપીનો સૌથી વધુ ફાયદો મળ્યો હતો. વર્ષ 2017માં ભારતે આ અંતર્ગત અમેરિકાને 5.7 અરબ ડૉલરની નિકાસ કરી હતી.

આ પણ વાંચોઃ ઉત્તર કોરિયાના તાનાશાહે કર્યું કાંઈક એવું, સાંભળીને ઉડી જશે તમારા હોશ

બે દિવસ પહેલા જ અમેરિકાએ આપી હતી રાહત
અમેરિકાએ બે દિવસ પહેલા જ તેની મૉનિટરિંગ લિસ્ટમાંથી ભારતને બહાર કાઢીને રાહત આપી હતી. જો કે પાડોશી દેશ ચીન હજુ પણ આ યાદીમાં છે. યૂએસ પ્રાયોરિટી વૉચ લિસ્ટ રાખે છે. જેમાં તે એવા દેશો પર નજર રાખે છે જેઓ પોતાની મૌદ્રિક નીતિઓ પર વધુ ધ્યાન રાખે છે.

united states of america donald trump