પગાર ન મળતા વ્હાઈટ હાઉસના રસોઈયા ઉતર્યા રજા પર

16 January, 2019 02:24 PM IST  | 

પગાર ન મળતા વ્હાઈટ હાઉસના રસોઈયા ઉતર્યા રજા પર

વ્હાઈટ હાઉસના રસોઈયા ઉતરી ગયા રજા પર

અમેરિકાના ઈતિહાસના સૌથી લાંબા શટડાઉનની અસર હવે ટ્રંપના નિવાસસ્થાન એટલે કે વ્હાઈટ હાઉસ પર પણ પડવા લાગી છે. છેલ્લા કેટલાક મહિનાથી સેલેરી ન મળતા વ્હાઈટ હાઉસનો કિચન સ્ટાફ રજા પર ચાલ્યો ગયો છે. જેના કારણે વ્હાઈટ હાઉસનું કિચન ઠપ્પ થઈ ગયું છે. સોમવારે ડૉનલ્ડ ટ્રંપે અમેરિકાના કૉલેજ ફુટબૉલ ચેંપિયનશિપની વિજેતા ટીમ ક્લેમસન ટાઈગર્સને વ્હાઈટ હાઉસ લંચ બોલાવ્યા હતા. પરંતુ કિચન સ્ટાફ રજા પર જતા રહેતા ટ્રંપે મહેમાનો માટે ફાસ્ટફૂ઼ડ ઑર્ડર કર્યું. અને તેમને પિઝા અને બર્ગર ખવડાવ્યા.

મહત્વનું છે કે ગયા મહીને અમેરિકા-મેક્સિકો બૉર્ડર પર દીવાલ બનાવવા માટે સંસદ પાસેથી 40 હજાર કરોડ રૂપિયાની માંગ કરી હતી. જે ડેમોક્રેટિક સાંસદોએ ઠુકરાવી દીધી અને તેની સાથે જ અમેરિકામાં શટડાઉનનું એલાન થઈ ગયું. વર્તમાન શટડાઉન અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું શટડાઉન છે.બુધવારે આ શટડાઉનને 23 દિવસ થયા છે. આ પહેલા બિલ ક્લિંટનના કાર્યકાળમાં સૌથી લાંબુ 21 દિવસનું શટડાઉન થયુંમ હતું.

ફૂટબૉલ ટીમના ખેલાડીઓ જમવા આવ્યા ત્યારે જ પગાર વગર કામ કરવાની ના પાડી દેતા ટ્રંપે તેમના માટે બહારથી જમવાનું મંગાવ્યું અને તેનું બિલ પણ પોતે જ ચુકવ્યું.

આ પણ વાંચોઃ બ્રેક્ઝિટઃથેરેસા મેને મોટો ઝટકો, સંસદે રદ કર્યો બ્રેક્ઝિટ પ્રસ્તાવ

ડોનલ્ડ ટ્રંપે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડતા સમયે એલાન કર્યું હતું કે જો કે જીતશે તો મેક્સિકોથી ગેરકાયદે પ્રવેશતા લોકોને અટકાવવા માટે સરહદ પર દીવાલ બનાવશે. પરંતુ તેના માટે વધારાનું બજેટ આપવાની સંસદે ના પાડી દીધી. જે  બાદ અમેરિકામાં શટડાઉન શરૂ થયું અને તેમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ સરકારી કર્મચારીઓની છે. કારણ કે તેમને પગાર જ નથી મળી રહ્યું.

united states of america donald trump