અમેરિકાની ચીનને ચેતવણી, તાઇવાન પર હુમલો કર્યો તો કરીશું કાર્યવાહી

24 May, 2022 10:52 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે અમે તાઇવાનમાં સ્થિરતા અને શાંતિ માટે પ્રતિબદ્ધ

જો બાઈડન

ટોક્યો (એ.પી.) : દાયકાઓમાં તાઇવાનના સમર્થનમાં સૌથી વધુ બળવાન અને સ્પષ્ટ નિવેદનોમાંના એકમાં નિવેદન સ્વરૂપે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ટોક્યો ખાતે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે જો ચીન તાઇવાન પર આક્રમણ કરશે તો અમેરિકી લશ્કર દખલગીરી કરશે. બાઇડને કહ્યું હતું કે રશિયાના યુક્રેન પર આક્રમણ બાદ સ્વશાસિત તાઇવાનના રક્ષણની જવાબદારી વધી જાય છે. તાઇવાન સામે બળપ્રયોગ કરવાનો ચીનનો પ્રયાસ યોગ્ય નથી એમ જણાવતા તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે તેના લીધે સંપૂર્ણ પ્રદેશ વિસ્થાપિત થશે તથા યુક્રેનમાં બનેલી ઘટનાઓનું પુનરાવર્તન થશે. એક ચીન નીતિ હેઠળ ચીન તાઇવાન સાથે કોઈ રાજદ્વારી સંબંધો ધરાવતું નથી. જોકે તેણે તાઇવાન સાથે બિનસત્તાવાર સંબંધો જાળવી રાખ્યા છે, જેમાં તાઇવાનની રાજધાની તાઇપેઈમાં દૂતાવાસનો પણ સમાવેશ થાય છે. અમેરિકા તાઇવાનને તેના સંરક્ષણ માટે લશ્કરી સાધનો પણ પૂરાં પાડી રહી છે. 

world news joe biden