જેવા સાથે તેવા, અમેરિકાએ ચાઇનીઝ ઍરલાઇન્સની ૪૪ ફ્લાઇટ્સ રદ કરી

23 January, 2022 08:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ ફ્લાઇટ્સ કેન્સલ કરવાની શરૂઆત ૩૦ જાન્યુઆરીથી થશે અને એ ૨૯ માર્ચ સુધી ચાલશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ચીન વચ્ચેના તનાવમાં વધારો થયો છે. અમેરિકન સરકારે શુક્રવારે ચાર ચાઇનીઝ ઍરલાઇન્સની અમેરિકાથી ચીન જતી ૪૪ ફ્લાઇટ્સને રદ કરવાની જાહેરાત કરી હતી. વાસ્તવમાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેટલીક અમેરિકન ઍરલાઇન્સની ફ્લાઇટ્સને રદ કરવાના ચાઇનીઝ સરકારના નિર્ણયનો જવાબ આપવા માટે આ ઍક્શન લેવામાં આવી છે. 
અમેરિકન ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ અનુસાર આ ફ્લાઇટ્સ કેન્સલ કરવાની શરૂઆત ૩૦ જાન્યુઆરીથી થશે અને એ ૨૯ માર્ચ સુધી ચાલશે. આ નિર્ણયથી ઝિયામેન ઍરલાઇન્સ, ઍર ચાઇના, ચાઇના સાઉધર્ન ઍરલાઇન્સ અને ચાઇના ઈસ્ટર્ન ઍરલાઇન્સની ફ્લાઇટ્સમાં કાપ મુકાશે. ચાઇનીઝ ઑથોરિટીઝે કેટલાક પૅસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા બાદ ૩૧ ડિસેમ્બરથી યુનાઇટેડ ઍરલાઇન્સની ૨૦, અમેરિકન ઍરલાઇન્સની ૧૦ અને ડેલ્ટા ઍરલાઇન્સની ૧૪ ફ્લાઇટ્સ રદ કરી હતી. 
વૉશિંગ્ટનમાં ચાઇનીઝ એમ્બેસી માટેના સ્પોક્સમૅન લિયુ પેન્ગ્યુએ જણાવ્યું હતું કે ચીનમાં એન્ટર થતી ઇન્ટરનૅશનલ પૅસેન્જર ફ્લાઇટ્સ માટેની પૉલિસી નિષ્પક્ષ રીતે ચાઇનીઝ અને ફૉરેન ઍરલાઇન્સને સરખી રીતે લાગુ પડે છે. અમેરિકાનું પગલું ગેરવાજબી છે. અમે અમેરિકન સરકારને ચાઇનીઝ ઍરલાઇન્સની નોર્મલ પૅસેન્જર ફ્લાઇટ્સને નિયં​ત્રિત કરવાનું બંધ કરવા વિનંતી કરીએ છીએ.

international news united states of america china