અમેરિકી વિદેશપ્રધાન પીએમ મોદી પર આફરીન : મોદી હૈ તો મુમકિન હૈ

14 June, 2019 12:46 PM IST  |  વૉશિંગ્ટન

અમેરિકી વિદેશપ્રધાન પીએમ મોદી પર આફરીન : મોદી હૈ તો મુમકિન હૈ

માઇક પોમ્પિયો અને નરેન્દ્ર મોદી

અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયો ૨૪ જૂને ભારતની યાત્રાએ આવશે. આ પહેલાં તેમણે બીજેપીના ચૂંટણી-સ્લોગન ‘મોદી હૈ તો મુમકિન હૈ’નો ઉલ્લેખ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન જયશંકર પ્રસાદનાં વખાણ કર્યાં હતાં. ભારત-અમેરિકા વેપાર પરિષદની બેઠકમાં પોમ્પિયોએ કહ્યું કે ‘હું જોવા માગું છું કે મોદી બન્ને દેશોના સંબંધ વધારે મજબૂત કેવી રીતે બનાવે છે. મારા સમકક્ષ જયશંકરને મળવા માટે હું ઉત્સાહી છું. તેઓ મારા એક મજબૂત સાથી છે.’

પોમ્પિયોની પહેલી ભારત-મુલાકાત ૨૮ અને ૨૯ જૂને જી-૨૦ સમિટ પહેલાં થશે. આ દરમ્યાન મોદી-ટ્રમ્પની મુલાકાત વિશે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : લૉટરી લાગી: ગ્રાહકે કર્મચારીને આપી 23 લાખ રૂપિયાની ટિપ, જાણો કેમ

પોમ્પિયોએ કહ્યું કે ‘અમે ભારતની નવી સરકાર સાથે વાતચીત ચાલુ રાખીશું. મોદીએ તેમના ચૂંટણી અભિયાનમાં કહ્યું હતું કે મોદી હૈ તો મુમકિન હૈ. હવે જોવાનું એ છે કે તેઓ દુનિયા સાથેના સંબંધો અને ભારતની જનતા સાથે કરેલા વાયદાઓને કઈ રીતે શક્ય બનાવે છે. આશા છે કે તેઓ અમેરિકા સાથેના સંબંધો વધારે મજબૂત કરશે. ભારતયાત્રા દરમ્યાન ટ્રમ્પ પ્રશાસનના મહત્વના એજન્ડા વિશે વાતચીત થશે.’

washington narendra modi