Monkeypox Virus: અમેરિકામાં મંકીપોક્સનો વધુ એક કેસ, 12 દેશોમાં ફેલાયો વાયરસ

23 May, 2022 04:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શનિવાર સુધીમાં 12 દેશોમાં મંકીપોક્સના 92 કનફોર્મ અને 28 શંકાસ્પદ કેસ નોંધાયા છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં મંકીપોક્સ વાયરસનો વધુ એક કેસ નોંધાયો છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે યુ.એસ.માં મંકીપોક્સ વાયરસનો ત્રીજો કેસ મળી શકે છે. વ્યક્તિ મંકીપોક્સથી પ્રભાવિત છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે દક્ષિણ ફ્લોરિડામાં દર્દીની ટ્રાયલ ચાલી રહી છે. મંકીપોક્સ ઘણા દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ અને ફ્લોરિડા ડિપાર્ટમેન્ટ ઑફ હેલ્થ એ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંકીપોક્સ કેસ બ્રોવર્ડ કાઉન્ટી, ફ્લોરિયા સાથે સંબંધિત છે. વ્યક્તિને અલગ રાખવામાં આવ્યો છે. સીડીસી દ્વારા હાથ ધરવામાં આવેલા પરીક્ષણોના પરિણામો ટૂંક સમયમાં અપેક્ષિત છે, પ્રકાશનમાં જણાવ્યું હતું. આ સિવાય રાજ્યમાં અન્ય કોઈ કેસની ઓળખ થઈ નથી.

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચેપને કાબૂમાં લેવા માટે તૈયારી કરી લીધી છે. ટૂંક સમયમાં માર્ગદર્શિકા જારી કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. યુએન એજન્સીના એક વરિષ્ઠ સલાહકારને આશંકા છે કે ચેપના કેસોમાં વધારો થઈ શકે છે. સજાગ રહેવાની જરૂર છે.

આ રોગ નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે, તેથી એકવાર ચેપગ્રસ્તની ઓળખ થઈ જાય પછી તેનો ફેલાવો અટકાવવો મુશ્કેલ નથી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા WHOની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં નિષ્ણાતો સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, કેટલાક દેશોએ મંકીપોક્સના દર્દીઓની સારવાર કરતી ટીમોને રસીકરણ કરવાનું શરૂ કર્યું છે. શીતળાની રસી મંકીપોક્સ સામે 85 ટકા અસરકારક હોવાનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે શનિવાર સુધીમાં 12 દેશોમાં મંકીપોક્સના 92 કનફોર્મ અને 28 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

international news