બાઇડને કહ્યું, મિચ્છા મિ દુક્કડં અને ક્ષમાવાણી

03 September, 2020 06:01 PM IST  |  Mumbai | Agencies

બાઇડને કહ્યું, મિચ્છા મિ દુક્કડં અને ક્ષમાવાણી

જૉ બાઇડન

અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર અને યુએસના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બાઇડને પર્યુષણ અને દસ લક્ષણ ઉત્સવના સમાપન દિવસે જૈન સમુદાયને શુભેચ્છા પાઠવી હતી.
આપણે બધાને આપણા જીવનમાં શાંતિ અને સમાધાન મળે. મિચ્છા મિ દુક્કડં અને ક્ષમાવાણી!” બાઇડને મંગળવારે એક ટ્વીટમાં કહ્યું હતું. પર્યુષણ જૈન ઉપાસકો માટે ઉપવાસ અને ધ્યાનનો વાર્ષિક આઠથી દસ દિવસનો તહેવાર છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં ૧,૫૦,૦૦૦થી વધુ જૈનો વસે છે, જે ભારતની બહાર જૈન સમુદાયની સૌથી મોટી વસ્તી છે.
જૈન આચાર્ય અને અહિંસા વિશ્વ ભારતી આચાર્યના સ્થાપક લોકેશ મુનિએ બાઇડનના સંદેશાને આવકાર્યો હતો. આ પવિત્ર પ્રસંગે આપની દિલની શુભેચ્છાઓ માટે બાઇડનનો ખૂબ-ખૂબ આભાર. આપણે ભૂલો સમજવા અને માફી માગવા માટે પૂરતા હિંમતવાન હોવા જોઈએ અને માફ કરવા માટે પૂરતા કૃપાળુ હોવા જોઈએ, જૈન આચાર્યએ ટ્વીટ કરી કહ્યું હતું. બાઇડન વિશ્વભરના વિવિધ સમુદાયોને માન્યતા આપતા અને તમામ આસ્થા, રંગ, ધર્મ અને મૂળ સ્થાનના લોકોને એકતામાં જોતા અદ્ભુત વ્યક્તિ છે, એમ રાષ્ટ્રપતિ અભિયાન અને રાષ્ટ્રીય એએપીઆઇ નેતૃત્વ સમિતિના બાઇનના સભ્ય અજય ભુટોરિયાએ જણાવ્યું હતું.

‘હિન્દુ અમેરિકન્સ ફોર બાઇડન અભિયાનની શરૂઆત

અમેરિકામાં પ્રમુખપદના ઉમેદવાર જો બાઇડને હિન્દુ મતદારોને પોતાની તરફ કરવા માટે અભિયાન શરૂ કર્યું હતું તેમણે ‘હિન્દુ અમેરિકન્સ ફોર બાઇડન’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ઇલિનોઇના ભારતીય-અમેરિકન કૉન્ગ્રેસના સભ્ય, રાજા કૃષ્ણમૂર્તિ ગુરુવારે ‘હિંદુઓ માટે બાઇડન’ની પ્રથમ સભાને સંબોધન કરશે, એમ આયોજકોએ જણાવ્યું હતું.
ટ્રમ્પ અભિયાન દ્વારા ૧૪ ઑગસ્ટના રોજ ‘હિન્દુ વોઇસ ફોર ટ્રમ્પ’ની રચનાની જાહેરાતના પખવાડિયામાં બાઇડન અભિયાનનું પગલું લેવામાં આવ્યું હતું. ત્રીજી નવેમ્બરના યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બાઇડન અને તેમની વર્તમાન ભારતીય-અમેરિકન કમલા હેરિસ રિપબ્લિકન પ્રમુખ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સને પડકારશે.
યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીના ઇતિહાસમાં બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ દેશના હિન્દુઓ માટે ગઠબંધન કર્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
આ વિકાસને અમેરિકામાં હિન્દુઓના વધતા રાજકીય વર્ચસ્વના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે. હિન્દુ ધર્મ એ યુએસમાં ચોથો સૌથી મોટો ધર્મ છે, જે ૨૦૧૬માં યુએસની વસ્તીના લગભગ એક ટકાનું પ્રતિનિધિત્વ
કરે છે જે આગામી ચૂંટણી માટે મહત્ત્વનો છે.

united states of america international news