પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપનું મોટું નિવેદન

23 February, 2019 09:34 AM IST  |  વૉશિંગ્ટન

પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રંપનું મોટું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

પુલવામા આતંકી હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. ટ્રંપે કહ્યું કે કશ્મીરમાં આત્મઘાતી હુમલા બાદ ભારત ખૂબ જ કડક પગલા લેવાનું વિચારી રહ્યું છે. શુક્રવારે ઓવલ ઑફિસમાં ટ્રંપે મીડિાય સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમનું કહેવું છે કે આ એક ખૂબ જ ખતરનાક સ્થિતિ છે. જો કે, તેમણે કહ્યું કે અમે આ તણાવની સ્થિતિને ખતમ થતી જોવા માંગે છે. અમે ઈચ્છીએ છે કે સીમા પર આ તણાવ ખતમ થાય. ટ્રંપે કહ્યું કે અમેરિકા આ પ્રક્રિયા પર નજર બનાવી રાખી રહ્યા છે.

જમ્મૂ કશ્મીના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધ્યો છે. આ આતંકી હુમલામાં ભારતે સુરક્ષા દળોના 40 જવાનોને ગુમાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ બંને દેશો વચ્ચેની વર્તમાન સ્થિતિને ખૂબ જ ખરાબ અને ખતરનાક બતાવી છે. જો કે ટ્રંપે કહ્યું કે અમે બંને દેશોના સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે આશા છે કે કશ્મીર ઘાટીમાં અશાંતિ જલ્દી ખતમ થશે. ટ્રમ્પે કહ્યું કે ભારત આ હુમલા બાદ હવે ખૂબ જ સખ્ત પગલા ઉઠાવવાનું વિચારી રહ્યું છે.

આ પણ વાંચોઃ દુનિયાના દબાણથી જૈશ-એ-મોહમ્મદના અડ્ડા પર પાકિસ્તાનનો કબજો

ટ્રંપે વધુમાં કહ્યું કે હાલમાં અમેરિકાઆ પાકિસ્તાન સાથે પોતાના સંબંધોને સુધાર્યા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સાથે આધિકારીક સ્તરની વાર્તાની તૈયારી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સહાય રોકી દેવામાં છે, કારણ કે તેઓ અમારી એવી રીતે મદદ નથી કરતા જેવી રીતે કરવી જોઈએ.

pakistan donald trump imran khan