Cyber Threats: રાષ્ટ્રપતિ ટ્રંપે અમેરિકામાં જાહેર કરી કટોકટી

16 May, 2019 05:23 PM IST  |  US

Cyber Threats: રાષ્ટ્રપતિ ટ્રંપે અમેરિકામાં જાહેર કરી કટોકટી

અમેરિકામાં ટ્રંપે જાહેર કરી કટોકટી

સાયબર થ્રેટથી અમેરિકાના કમ્યુનિકેશન નેટવર્કને બચાવવા માટે રાષ્ટ્રપતિ ડોનલ્ડસ ટ્રંપે કટોકટીની જાહેરાત કરી છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈંડર્સે નિવેદનમાં કહ્યું કે આ આદેશ સરકાર માટે જોખમ ઉભું કરનારા વિદેશી કંપનીઓ સાથે અમેરિકાની કંપનીઓની વ્યાપારિક લેવડ દેવડને રોકવાની તાકાત આપે છે.

વ્હાઈટ-હાઉસના નિવેદન પ્રમાણે, રાષ્ટ્રપતિની સૂચનાથી આ આદેશ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેમનું પ્રશાસન અમેરિકાના કમ્યુનિકેશન ટેક્નિકનો દૂરુપયોગ કરીને દેશને નુકસાન પહોંચાડવાથી રોકવાનો અને રાષ્ટ્રની સુરક્ષા અને ખુશહાલી બનાવી રાખવા માટે જે જરૂરી પગલા હશે તે ઉઠાવીશું.

આ પણ વાંચોઃ ચીને ડીલમાં વાર લગાડી તો ખરાબ હાલત કરીશઃ ટ્રંપ

ચીનની કંપનીઓને પ્રતિબંધિત કરી ચુક્યું છે અમેરિકા
અમેરિકાનું માનવું છે કે ચીનની પ્રમુખ ટેલિકોમ કંપની હુઆવેઈના ઉપકરણોના માધ્યમથી નજર રાખવામાં આવતી હોવાની શક્યતા છે. જો કે દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની આ આશંકાના વારંવાર ફગાવી ચુકી છે. ટ્રંપે ગયા વર્ષે પણ એક બિલ પાસ કર્યું હતું જેમાં હુઆવેઈ અને ચીનની અન્ય સંચાર કંપનીઓના ઉત્પાદનોના ઉપયોગને દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

donald trump united states of america china