અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્નીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

02 October, 2020 11:14 AM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્નીનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ

અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. એમની પત્ની મેલાનિયાનો પણ કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. હાલ બન્ને ક્વૉરન્ટીન છે. રાષ્ટ્રપતિની સલાહકાર હોપ હિક્સ (Hope Hicks) તેમની સાથે એર ફૉર્સ વનથી ક્લીવલેન્ડમાં થયેલી પહેલી પ્રેસિડેન્સલ ડિબિટમાં ગઈ હતી અને ત્યારબાદ તેનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાઉન્સલર હિક્સ તાજેતરમાં જ ટ્રમ્પની સાથે ઓહિયોમાં આયોજિત પહેલી પ્રેસિડેન્સિયલ ડિબિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. હિક્સનો કોરોના વાઈરસ ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ બધાનું ધ્યાન હવે ટ્રમ્પ તરફ છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પે જનતાને આશ્વાસન આપ્યું છે કે હિક્સનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યા બાદ તેમણે પણ કોવિડ-10 ટેસ્ટ કરાવ્યો છે.

આની પહેલા ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, હોપ હિક્સ, જે બ્રેક વગર ઘણી મહેનતથી કામ કરી રહી હતી, તે કોરોના પૉઝિટિવ સંક્રમિત થઈ ગઈ છે. આ બહું ખરાબ વાત છે. ફર્સ્ટ લેડી અને હું કોરોના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યા સુધી અમે બન્ને ક્વૉરન્ટીન છીએ.

donald trump coronavirus covid19 united states of america international news washington