ડ્રોન દ્વારા પાંચ કિલોમીટર દૂર હૉસ્પિટલમાં પહોંચાડાઈ કિડની

03 May, 2019 11:17 AM IST  |  US

ડ્રોન દ્વારા પાંચ કિલોમીટર દૂર હૉસ્પિટલમાં પહોંચાડાઈ કિડની

ડ્રોન દ્વારા પાંચ કિલોમીટર દૂર હૉસ્પિટલમાં પહોંચાડાઈ કિડની

અમેરિકાના બાલ્ટિમોરમાં યુનિવર્સિટી ઑફ મૅરિલૅન્ડ મેડિકલ સેન્ટરમાં ટ્રાન્સપ્લાન્ટ માટેની કિડની ડ્રોન દ્વારા પહોંચાડવાનો સફળ પ્રયોગ થોડા દિવસ પહેલાં કરવામાં આવ્યો હતો. આ હૉસ્પિટલમાં 44 વર્ષની એક મહિલાને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની હતી. તે આઠ વર્ષથી ડાયાલિસિસ પર હતી અને હવે તેને કિડની બદલવી જ પડે એમ હતી.

સામાન્ય રીતે ડોનરના શરીરમાંથી અંગ કાઢ્યા પછી એ જેટલું વહેલું દરદીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે તો સર્જરીની સફળતાના ચાન્સ વધી જાય છે. એ માટે ડૉક્ટરો સામાન્ય રીતે બે હૉસ્પિટલ વચ્ચે ખાસ ટ્રાફિક-ફ્રી કૉરિડોર ઊભો કરીને ઝડપથી અવયવ રિસીવર દરદી સુધી પહોંચાડવાની કોશિશ કરતા હોય છે. આ વખતે પહેલવહેલી વાર ડ્રોનનો ઉપયોગ થયો.

આ પણ વાંચોઃ પ્રોમ પાર્ટીમાં પાર્ટનર નહોતો એટલે ભાઈ હાફ ગર્લ અને હાફ બૉય બનીને ગયા

માનવરહિત ડિવાઇસ હોવાથી ડોનેટ કરેલું અંગ હેમખેમ અને જલદીથી દરદી સુધી પહોંચી શકે એ માટે વૈજ્ઞાનિકોએ અન્ય સામાનની લેવડદેવડ માટે પણ આ ડ્રોનનો પ્રયોગ કરી જોયો હતો. ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશનની નિગરાનીમાં કિડનીને ડ્રોનમાં ઉડાડીને દરદી સુધી પહોંચાડવામાં આવી હતી. ડ્રોને પાંચ કિલોમીટરનું અંતર પાંચ મિનિટમાં કાપીને કિડનીની ડિલિવરી મૅરિલૅન્ડ હૉસ્પિટલમાં કરી હતી. 

united states of america