પાકિસ્તાનને USનો ઝટકો, હવે આપશે માત્ર 3 જ મહિનાના વિઝા

06 March, 2019 11:39 AM IST  |  વૉશિંગ્ટન

પાકિસ્તાનને USનો ઝટકો, હવે આપશે માત્ર 3 જ મહિનાના વિઝા

USએ આપ્યો પાકિસ્તાનને મોટો ઝટકો

પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો મળ્યો છે. અમેરિકાની સરકારે પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મર્યાદા ઘટાડીને 12 મહિના કરી દીધી છે. સાથે જ પત્રકારોને હવે વધુમાં વધુ 3 મહિનાના વિઝઆ મળશે. પહેલા અમેરિકા પાકિસ્તાનના નાગરિકોને 5 વર્ષના વિઝા આપતું હતું.

પાકિસ્તાનના અખબાર ધ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર, પાકિસ્તાન ખાતે રહેલા અમેરિકન એમ્બસેડરે આ વાતની સૂચના સરકારને આપી દીધી છે. નવા નિયમો મુજબ, પાકિસ્તાનને નાગરિકોને આપવામાં આવતા વિઝાની મુદ્દતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ વર્ક વિઝા, જર્નાલિસ્ટ વિઝા, ટ્રાન્સફર વિઝા,  ધાર્મિક વિઝા માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાન ફી કરતા હવે 32 થી 38 ટકા વધુ ફી લેવામાં આવશે. નવા નિયમો પ્રમાણે જો કોઈ પાકિસ્તાની નાગરિકને અમેરિકામાં રહેવું હશે તો 12 અઠવાડિયાથી વધુ સમય માટે નહીં રહી શકે. 12 અઠવાડિયામાં તેણે પાછું પાકિસ્તાન જવું પડશે અને ફરી વિઝા લેવા પડશે.


પુલવામામાં થયેલા હુમલા બાદ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક ઝટકા મળી રહ્યા છે. અમેરિકાએ પાકિસ્તાનને કરવામાં આવતી મદદ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. સાથે જ તેને આતંકવાદી સંગઠનો પર કાર્રવાઈ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જમ્મૂ કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા. જે બાદ ભારતીય વાયુસેનાએ વળતો હુમલો કરી પાકિસ્તાનમાં આવેલા આતંકના ઠેકાણા તબાહ કર્યા હતા.

united states of america donald trump pakistan imran khan world news terror attack