ડોનલ્ડ ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો 

28 April, 2023 12:34 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ઉપરાષ્ટ્રપતિને સાક્ષી તરીકે હાજર રાખવા સામેની અરજીને ફેડરલ કોર્ટે ફગાવી દીધી 

ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇલ તસવીર

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોને ઉથલાવવાના મામલે કેસ ચાલી રહ્યો છે. એ સંદર્ભે તપાસ કરી રહેલી જ્યુરી સમક્ષ ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સને હાજર કરવા સામે તેમણે કોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ બુધવારે રાતે કોર્ટે તેમની અપીલને નકારી કાઢી છે. ચૂંટણી બાદ યુએસ કૅપિટલમાં થયેલા બળવા અને ટ્રમ્પ તથા તેમના સાથીઓ દ્વારા ચૂંટણીનાં પરિણામોને ઉથલાવવાના પ્રયાસની તપાસ કરી રહેલા જ્યુરી સમક્ષ માઇક પેન્સ ક્યારે હાજર થશે એની તારીખો વિશે હજી કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી. જોકે પેન્સની જુબાની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની તૈયારી કરતા ટ્રમ્પ માટે મહત્ત્વની સાબિત થશે. 

international news donald trump us president us elections washington united states of america