ચીનની આકરી કાર્યવાહી ઓમાઇક્રોન સામે કારગત નહીં નીવડે : અમેરિકાના નિષ્ણાતો

08 February, 2022 09:00 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ચેપી રોગના અમેરિકી સેન્ટરના ડિરેક્ટર ડૉ. માઇકલ ઑસ્ટરહોમના જણાવ્યા પ્રમાણે ઓમાઇક્રોનને રોકવાનો પ્રયાસ કરવો એ પવનને રોકવાના પ્રયાસ જેવો છે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ચેપી રોગચાળાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કોવિડના ફેલાવા સામે ચીન દ્વારા લેવામાં આવતાં આકરાં પગલાંને કારણે એ અટકશે. ઓમાઇક્રોન વેરિઅન્ટ અન્યો કરતાં અલગ છે. ચેપી રોગના અમેરિકી સેન્ટરના ડિરેક્ટર ડૉ. માઇકલ ઑસ્ટરહોમના જણાવ્યા પ્રમાણે ઓમાઇક્રોનને રોકવાનો પ્રયાસ કરવો એ પવનને રોકવાના પ્રયાસ જેવો છે. ચીનની રસીઓ સિનોવોક અને સિનોફાર્મ ઓમાઇક્રોન સામે વધુ કારગત નથી. વળી ચીનની વસ્તી પણ એટલી બધી છે કે ઓમાઇક્રોનના ફેલાવાને અટકાવી શકાય તેમ નથી. 
ચીને ​બીજિંગ વિન્ટર ઑલિમ્પિક્સ દરમ્યાન વિદેશી દર્શકોને બોલાવ્યા નથી તેમ જ સ્થાનિક લોકોને પણ ટિકિટ આપી નથી. સ્થાનિક લોકોને અન્ય પ્રદેશમાંથી  બીજિંગમાં આવવાની પણ ના પાડવામાં આવી છે. વિન્ટર ઑલિમ્પિક્સ માટે આવેલા મીડિયા, ખેલાડીઓ તેમ જ ઑબ્ઝર્વરને એક બાયો-બબલમાં રાખવામાં આવ્યા છે. આ બબલમાં પ્રવેશનારાઓ માટે વૅક્સિન લીધેલી હોવી ફરજિયાત છે. ચીન માટે ૨૦૨૦માં સંપૂર્ણ લૉકડાઉનની જે પદ્ધતિ સંપૂર્ણપણે સફળ રહી હતી તે ૨૦૨૨માં સફળ રહી શકે એમ નથી. લૉકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિ પર જ અવળી અસર પડી રહી છે. 

international news united states of america china Omicron Variant