midday

કોવિડ-19 કરતાં વધારે ખતરનાક પરિસ્થિતિ લાવશે અમેરિકામાં લાવવામાં આવેલી ફંગસ?

09 June, 2025 12:23 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ચીનનું હવે ઍગ્રો ટેરરિઝમ : વૈજ્ઞાનિક અમેરિકામાં ગર્લફ્રેન્ડને મળવા આવ્યો, ઝેરી ફંગસ લઈ આવ્યો
પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

ચીનના બે નાગરિકો પર અમેરિકામાં ઝેરી ફૂગની દાણચોરી કરવાનો આરોપ લાગ્યાના થોડા દિવસો પછી ચીન વિશેની બાબતોના ટોચના અમેરિકાસ્થિત નિષ્ણાત અને ‘ચાઇના ઇઝ ગોઇન્ગ ટુ વૉર’ના લેખક ગૉર્ડન જી. ચાંગે ચેતવણી આપી હતી કે જો અમેરિકા સાવચેત નહીં રહે તો કોવિડ-19 કરતાં ઘણું ખરાબ થવાની શક્યતા છે. ચાઇનીઝ દંપતીનું ઝેરી ફંગસ લાવવાનું આ કૃત્ય અમેરિકા સામે યુદ્ધ છેડવા જેવું છે, આને રોકવાનો એકમાત્ર રસ્તો ચીન સાથેના સંબંધો તોડવાનો છે.

એક ન્યુઝ-ચૅનલ સાથે વાતચીત કરતાં ચાંગે જણાવ્યું હતું કે આ ફૂગ કોવિડ-19 કરતાં કદાચ વધારે ખરાબ છે અને અમેરિકાને એનો સખત ફટકો ભોગવવો પડશે.

જોકે બીજી તરફ કૃષિ-નિષ્ણાતોએ ઝેરી ફૂગ ખતરો હોવાના દાવા પર શંકા વ્યક્ત કરીને જણાવ્યું હતું કે આવી ફૂગ પહેલાંથી જ અમેરિકામાં વ્યાપક છે અને ખાદ્ય સુરક્ષા માટે બહુ ઓછું જોખમ ઊભું કરે છે. તે કૃષિ-આતંકવાદ (ઍગ્રો ટેરરિઝમ)ના હથિયાર તરીકે બિનઅસરકારક રહેશે અને ફૂગનાશકો, પ્રતિરોધક ઘઉંની જાતો અને પરીક્ષણ દ્વારા એનું સંચાલન કરી શકાય છે.

અમેરિકાના ન્યાયવિભાગે જણાવ્યું હતું કે આ ફૂગ એક ખતરનાક જૈવિક રોગકારક છે જેનો ઉપયોગ કૃષિ-આતંકવાદના હથિયાર તરીકે થઈ શકે છે.

કોણ લાવ્યું ઝેરી ફંગસ?
ચીનનો ૩૪ વર્ષનો રિસર્ચર ઝુન્યૉન્ગ લિયુ ૨૦૨૪ના જુલાઈ મહિનામાં તેની ૩૩ વર્ષની ગર્લફ્રેન્ડ યુનકિંગ જિયાનની મુલાકાત માટે આવ્યો ત્યારે તેની સાથે ફ્યુઝેરિયમ ગ્રામીનેરમ ફંગસ લાવ્યો હતો. ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ની ફોજદારી ફરિયાદ મુજબ બે ચીની નાગરિકો પર રિસર્ચ માટે અમેરિકામાં ફંગસની દાણચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

united states of america china coronavirus covid19 health tips international news news world news