ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું ઝેરનું પૅકેટ

20 September, 2020 12:02 PM IST  |  Washington | Gujarati Mid-day Online Correspondent

ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવ્યું ઝેરનું પૅકેટ

ફાઈલ તસવીર

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને મોકલવામાં આવેલા એક સંદિગ્ધ પેકેટમાં ઝેર હોવાની પુષ્ટી થઇ છે. કાયદા પ્રવર્તન અધિકારીઓએ સપ્તાહની શરૂઆતમાં એક પેકેટની તપાસ કરી હતી જેમાં રિસિન નામનુ ઝેર હોવાની પુષ્ટી થઈ હતી. ઝેરની પુષ્ટી માટે બે બે તપાસ કરવામાં આવી ચૂકી છે.

આ સમાચાર અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએને પોલીસ અધિકારીઓના હવાલાથી આપ્યા છે. અમેરિકાની કાયદા પ્રવર્તન એજન્સીના એક અધિકારીએ કહ્યું કે, પેકેટ સંભવતઃ કેનેડાથી અમેરિકા મોકલવામાં આવ્યુ છે. આ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.

અમેરિકન અધિકારીઓ અનુસાર કોઇપણ પત્ર કે પાર્સલ વ્હાઇટ હાઉસ પહોંચે છે, તો રાષ્ટ્રપતિ સુધી પહોંચાડતા પહેલા તેની સઘન તપાસ થાય છે. તપાસ અધિકારીઓએ રિસીનને બહુ જ ઘાતક ઝેર ગણાવ્યુ છે. રિસીન એકદમ ઘાતક તત્વ હોય છે. જેને કાસ્ટર બીન્સમાંથી કાઢવામાં આવે છે. આનો ઉપયોગ આતંકી હુમલાઓમાં કરવામાં આવી ચૂક્યો છે. આનો ઉપયોગ પાવડર, ધૂમાડો, ગોળી કે એસિડ તરીકે કરવામાં આવે છે. જો કોઈના શરીરમાં આ ઝેર પ્રવેશ કરી લે છે તો પેટ-આંતરડામાં બળતરાં ઉપરાંત આ આંતરિક રક્તસ્ત્રાવનુ કારણ પણ બને છે. આના કારણે વ્યક્તિનુ મૃત્યુ પણ થઈ શકે છે.

ધ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) અને સિક્રેટ સર્વિસ આ મામલે તપાસ કરી રહી છે. એફબીઆઇના એક અધિકારીએ કહ્યું હતું કે, એફબીઆઇ અને અમારી સિક્રેટ સર્વિસ અને અમેરિકન ઇન્સ્પેક્શન સર્વિસ સાથે મળીને મામલાની તપાસ કરી રહી છે. હાલ, સામાન્ય લોકો માટે આવા પ્રકારના ખતરાનો કોઈ સંદેહ નથી.

international news united states of america donald trump