ડૉનાલ્ટ ટ્રમ્પ કહેશે કે કોરોના વેક્સિન લઇ લો તો નહીં લઉંઃ કમલા હેરિસ

08 October, 2020 10:26 AM IST  |  Washington DC | Gujarati Mid-day Online Correspondent

ડૉનાલ્ટ ટ્રમ્પ કહેશે કે કોરોના વેક્સિન લઇ લો તો નહીં લઉંઃ કમલા હેરિસ

કલમા હેરિસ

યુએસએ (USA)માં ચૂંટણીનો માહોલ જામ્યો છે (US Election) અને આરોપ-પ્રત્યારો પણ સતત ચાલી રહ્યા છે. આજે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે ડેમોક્રેટિક પાર્ટીનાં ઉપ-રાષ્ટ્રપતિ પદનાં ભારતીય મૂળનાં કમલા હેરિસે (Kamala Harris) જ્યારે અમેરિકાનાં ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસ (Mike Pence) સાથે વાઇસ પ્રેસિડેન્શિયલ ડિબેટ કરી ત્યારે પણ આ સિલસિલો ચાલુ રહ્યો. કમલા હેરિસે કોરોનાવાઇરસને મામલે ટ્રમ્પ સરકારનો ઉધડો લીધો અને કહ્યું કે કોઇ પણ અમેરિકન સરકાર આવા કિસ્સાઓમાં આટલી ખરાબ રીતે નિષ્ફળ નથી રહી. તેમણે કહ્યું કે, "અમેરિકી નાગરિકો પણ આ વાતના સાક્ષી છે કે દેશની કોઇ સરકાર આટલી નિષ્ફળ નથી રહી." કોરોના વેક્સિનની વાત નિકળતાં તેમણે કહ્યુ ંકે, "પબ્લિક હેલ્થ પ્રોફેશનલ્સ કે કોઇ ડૉક્ટર્સ મને કોઇ વેક્સિન લેવાનું કહેશે તો હું સૌથી પહેલાં એ વેક્સિન લઇશ પણ જો ટ્રમ્પ મને એ વેક્સિન લેવા કહેશે તો હું કોઇ કાળે એ નહીં લઉં."

પાઇક પેંસે કમલા હેરિસને વળતો જવાબ આપતા કહ્યું કે આવું બોલીને તે જનતામાં અવિશ્વાસ પેદા કરી રહ્યાં છે અને આમ ડૉનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનિયતા પર પણ સવાલ ખડા થશે. અમેરિકામાં કોરોનાનો આંકડો 75 લાખ જેટલો છે , 43 લાખ એક્ટિવ કેસિઝ છે ્ને 2 લાખ 10 હજાર લોકોનાં જીવ ગયા છે.

ભારત સહીત વિશ્વનાં 180 દેશોમાં Covid-19નો ભરડો મજબુત છે અને વિશ્વમાં કુલ 3.61 કરોડ જેટલા લોકો આ વાઇરસનો ભોગ બન્યાં છે અને અત્યાર સુધી 10.55 લાખ લોકો આ વારઇસને કારણે મોતને ભેટ્યા છે. ભારતમાં પણ કોરોનાના આંકડા રોજ વધે છે અને દેશમાં સંક્રમિતોનો આંકડો 68 લાખને પાર છે. 

ભારત અપડેટ

આજે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે આપેલા આંકડા અનુસાર દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 68,35,655  છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 78,524 નવા કેસ નોંધાયા છે. જો કે 83,011 દર્દીઓ સાજા પણ થયા છે અને 24 કલાકમાં 971નાં મોત થયા છે. 

donald trump covid19 coronavirus united states of america us elections