જો બરાક ઓબામાએ સારું કામ કર્યું હોત તો હું ચૂંટણી ન લડ્યો હોત- ટ્રમ્પ

20 August, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

જો બરાક ઓબામાએ સારું કામ કર્યું હોત તો હું ચૂંટણી ન લડ્યો હોત- ટ્રમ્પ

ટ્રમ્પ VS ઓબામા

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(American President Donald Trump) બુધવારે કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા(Former President Barack Obama)ને કારણે તે રાજકારણમાં આવ્યા. તેમણે વ્હાઇટ હાઉસ(White House)માં મીડિયાને કહ્યું કે, "પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન(Former Vice President Joe Biden)ને સારું કામ નહોતું કર્યું. આ જ કારણ છથે કે હું આજ તમારી સામે રાષ્ટ્રપતિ તરીકે હાજર છું. જો તે બન્નેએ સારું કામ કર્યું હોત તો હું અહીં જોવા મળ્યો ન હોત. શક્ય છે કે હું રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પણ લડ્યો હોત." જો બિડેન બરાક ઓબામાના રાષ્ટ્રપતિ રહ્યા દરમિયાન આઠ વર્ષ સુધી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. આ વખતે 3 નવેમ્બરના થનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તે ડેમોક્રેટ્સના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. તે ટ્રમ્પ વિરોધી ચૂંટણી મેદાનમાં ઉતરી રહ્યા છે.

ઓબામાએ કરી ટ્રમ્પની આલોચના
બિડેન કેમ્પેઇન તરફથી બુધવારે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, "ટ્રમ્પે એક રાષ્ટ્રપતિ તરીકે દેશને નિરાશ કર્યો છે. મને આશા હતી કે દેશ હિતમાં તે પોતાના કામને ગંભીરતાથી લેશે, પણ તેમણે એવું ક્યારેય ન કર્યું. તેમનામાં રાષ્ટ્રપતિ જેવી કાબેલિયત આવી શકી નહીં, કારણકે તે આને લાયક જ નથી. તેમને કારણે 1.70 લાખથી વધારે અમેરિકન્સના જીવ ગયા અને લાખો લોકો બેરોજગાર થયા."

ટ્રમ્પે મુશ્કેલીઓ વધારી- મિશેલ ઓબામા
પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા બુધવારે ડેમોક્રેટિક પાર્ટીના નેશનલ કન્વેન્શનમાં વીડિયો કૉન્ફ્રેન્સ દ્વારા સામેલ થયાં હતાં. તેમણે કહ્યું કે, ટ્રમ્પ દેશ માટે અયોગ્ય રાષ્ટ્રપતિ છે. તે એવી વ્યક્તિ નથી, જેમની દેશને જરૂરિયાત છે. ટ્રમ્પને આ સાબિત કરવાની અનેક તક મળી કે તે કામ કરી શકે છે, પણ તેમણે મુશ્કેલીઓ વધારી છે. તે હાલના સમય પ્રમાણે યોગ્ય નથી.

મિશેલ ઓબામાના આ ભાષણ પર પલટવાર કરતાં ટ્રમ્પે કહ્યું કે, "તેમનું ભાષણ લાઇવ નહોતું. આને ઘણાં સમય પહેલા રેકૉર્ડ કરવામાં આવ્યું હતું, તેમણે ભાષણમાં ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર કમલલા હેરિસનો ઉલ્લેખ સુદ્ધા નથી કર્યો."

barack obama donald trump international news united states of america