અમેરિકાના અર્થતંત્રમાં 24 ટકા સુધી ઘટાડાની શક્યતા

24 March, 2020 12:19 PM IST  |  New York | Agencies

અમેરિકાના અર્થતંત્રમાં 24 ટકા સુધી ઘટાડાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસના પ્રકોપને લીધે અમેરિકાની અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના માહોલમાં પહોંચી ગઈ છે. દેશભરમાં કારોબાર ઠપ થઈ ગયો છે. વ્યાવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન્યુ યૉર્કની સ્થિતિ પણ ચિંતાજનક છે. હવે એ જોવું મુશ્કેલ છે કે સ્થિતિ કઈ હદ સુધી બગડે છે. ઑક્સફર્ડ ઇકૉનૉમિક્સના મુખ્ય અમેરિકી અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨ ટકા સુધીનો ઘટાડો થશે. જોકે ગોલ્ડમૅન સાક્સનું કહેવું છે કે બીજા ત્રિમાસિક ગાળાના આંકડા ૨૪ ટકા સુધી જ હોઈ શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે વર્તમાન સમયમાં બેરોજગાર લોકોની સંખ્યા બાવીસ લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત ડેકોના મતે એપ્રિલ સુધીમાં બેરોજગારની સંખ્યા ૧.૬૫ કરોડ થઈ શકે છે.
અર્થતંત્રની અગાઉ ક્યારેય આવી સ્થિતિ જોઈ ન હતી. ન્યુ યૉર્ક સહિત મુખ્ય શહેર લગભગ લૉકડાઉનમાંથી પસાર થઈ રહ્યાં છે. ન્યુ યૉર્ક રાજ્યમાં આવશ્યક સેવાઓને બાદ કરતાં તમામને બંધ કરવા કહેવામાં આવ્યું છે. યુદ્ધના સમયે પણ આ પ્રકારનું સંકટ હતું. આ મહામંદીથી પણ વધારે સ્થિતિ બગાડી શકે છે. મૉર્ગન સ્ટેન્લી બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી એલન જેન્ટનરે કહ્યું છે કે અગાઉ ક્યારેય મંદીના સમયમાંથી બહાર નીકળતા અટકાવી શક્યા નથી. તેમનું કહેવું છે કે મોટી કંપનીઓની તુલનામાં નાની કંપની પર ખૂબ જ અસર થશે.

અમેરિકી શ્રમ વિભાગે કહ્યું છે કે છેલ્લાં કેટલાંક સપ્તાહ બેરોજગારીનો દર ઊછળી ૩૦ ટકા પહોંચી ગયો હતો. છટણીના દાયરામાં આગામી સમયમાં લોકોની સંખ્યા ૨.૮૧ હજાર હતી. હવે આ સંખ્યા ખૂબ જ નાની લાગી રહી છે. ગોલ્ડમૅન સાક્સનો દાવો છે કે આગામી સપ્તાહ સુધી આંકડો ૨૨ લાખ સુધી પહોંચે એવી આશંકા છે. ડેકોનું કહેવું છે કે બેરોજગારીનો દર એપ્રિલમાં ૧૦ ટકા થઈ શકે છે. આ હિસાબથી જોઈએ તો ૧.૬૫ કરોડ લોકોની નોકરી જઈ શકે છે. ગયા મહિને મંદી બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી. આગામી મહિનામાં બેરોજગારીનો દર વધારે વધશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચિને ૨૦ ટકા બેકારીની આશંકા દર્શાવી છે.

indian economy international news united states of america